આરોપી ચાદરનું દોરડું બનાવી છૂમંતર થઇ ગયો
પાદરા: પાદરાના વડું પોલીસ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં આરોપી અશોક કિશનરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી છેલ્લા ઘણા દિવસથી પાદરા પોલીસના જાપ્તામાં હતો. પરંતુ આરોપીનો કોરોનારિપોર્ટ પોઝિટિવ આવતા તેને પાદરાના કોવિડ સેન્ટરખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે મોડી રાત્રે આરોપીએ ફિલ્મી સ્ટાઈલે પાદરાના કોવિડ સેન્ટરમાંથી કોવિડ સેન્ટરના ઉપલા માંડે બાથરૂમની બારી તોડી ચાદરનું દોરડું બાંધી નીચે ઉતરી ફરાર થવા પામ્યો હતો.
જ્યારે પાદરા પોલીસના જાપ્તામાંથી જ આરોપી ફરાર થતા પાદરા પોલીસની બેદરકારી સામે આવી હતી. જ્યારે સમગ્ર ઘટનાને પગલે વડોદરા જિલ્લાની વિવિધ એજન્સીઓ પાદરા વહેલી સવારે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ ૨૪ કલાક કોવિડ સેન્ટર પાસે પાદરા પોલીસના બંદોબસ્તની પણ પોલ ખુલ્લી પડી હતી.
જ્યારે અનેક ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી ફરાર થયો છે ત્યારે પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા.