Western Times News

Gujarati News

આર્કિટેક્ટ્સ માટે પ્રથમ પ્રકારની પહેલ ‘ગોદરેજ વેલ્યુ કો-ક્રિએટર્સ ક્લબ’ શરૂ

ગોદરેજ લોક્સે ‘અનલોકિંગ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન્સ – એનવિઝનિંગ સ્પેસીસ ઇન ધ ન્યૂ નોર્મલ’ પર એક વેબિનારનું આયોજન કર્યું

વેબિનાર દરમિયાન સર્વેના તારણનો ખુલાસો થયો કે, એઆઇડી સમુદાયના 78% ક્લાયન્ટ્સ ઘરની ડિઝાઇન બનાવવાના સમયે લોકિંગ સમાધાનોને સંકલિત કરવાની માગ કરે છે, જે નવા સ્થિતિ સંજોગોમાં સ્પેસ ડિઝાઇનિંગમાં સીક્યોરિટી સમાધાનોના મહત્વને સૂચવે છે

મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ યુનિટ ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ (જીએલએએફએસ)એ આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ (એઆઇડી) સમુદાય માટે પ્રથમ પ્રકારની પહેલ ગોદરેજ વેલ્યુ કો-ક્રિએટર્સ ક્લબ (જીવીસીસી) શરૂ કરી છે.

જ્યારે આ પ્રોગ્રામ વિશિષ્ટ મેમ્બર બેનિફિટ અને ઇનોવેશનને આગળ વધારવા ડિઝાઇન-થિંકિંગની ઉપયોગી જાણકારી સાથે સપોર્ટ આપે છે, ત્યારે અંતિમ ગ્રાહક, ક્લાયન્ટ અને પાર્ટનર્સ માટે ઉચિત ઉત્પાદનની ઓફર અને સમાધાનો પ્રસ્તુત કરવા એઆઇડી સમુદાય પાસેથી ઉપયોગી ઇનપુટ પણ મેળવે છે.

ગોદરેજ વેલ્યુ કો-ક્રિએટર્સ ક્લબ પ્રોગ્રામનો ઉદ્દેશ તેમના ડિઝાઇન વિઝનનો સફળતાપૂર્વક અમલ કરવા એઆઇડી સમુદાયને સક્ષમ બનાવવાનો છે, કારણ કે તેઓ કમર્શિયલ સ્પેસ અને ઘરોની ડિઝાઇનિંગમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેઓ સંકળાયેલા હોય છે. જીવીસીસી પ્રોગ્રામ દ્વારા કંપની તકોનું સહસર્જન કરવા અને ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ દ્વારા ઓફર થતા સમાધાનો વિશે જાગૃતિ વધારવા આતુર છે, જે હોસ્પિટાલિટી, હેલ્થકેર, કોર્પોરેટ ઓફિસો, આઇટી વગેરે જેવા ઉદ્યોગને સેવા આપશે.

જીવીસીસી દ્વારા કંપની સતત જોડાણ દ્વારા એઆઇડી સાથે મજબૂત સંબંધ ઊભો કરવા ઇચ્છે છે. આ માહિતીના મુક્ત પ્રવાહને સક્ષમ બનાવશે, જેથી તેમના પ્રતિભાવ સામેલ કરી શકાશે તેમજ નવી પ્રોડક્ટના વિકાસ માટે આયોજન થઈ શકશે અને બજારના પ્રવાહોની સારી સમજણ મેળવવામાં મદદ મળશે.

જીવીસીસી પહેલના ભાગરૂપે એઆઇડી સમુદાય સાથે સતત જોડાણ સુનિશ્ચિત કરવા ગોદરેજ લોક્સ નિયમિત સમયાંતરે વેબિનારોનું આયોજન કરશે, જે વિવિધ શહેરો અને તેમના ડિઝાઇન પ્રત્યેના ઝુકાવા પર પ્રકાશ ફેંકવાની સાથે ડિઝાઇનના ટ્રેન્ડ્સ અને પ્રેરક પરિબળ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત કંપની આર્કિટેક્ટ્સ/ડિઝાઇનરોના પ્રદાનને બિરદાવવા એક પ્રોગ્રામ શરૂ કરશે અને આર્કિટેક્ચર સમુદાયમાં પ્રતિભાશાળી લોકોને એવોર્ડ એનાયત કરવા “ધ જીવીસ” સ્થાપિત કરશે.

આ પ્રોગ્રામ શરૂ કરવાના તેમજ એઆઇડી સમુદાય સાથે જોડાણ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે જીએલએએફએસએ એનવિઝનિંગ સ્પેસીસ ઇન ધ ન્યૂ નોર્મલ પર પેનલ ચર્ચાનું આયોજન કરીને ‘અનલોકિંગ ફ્યુચરિંગ ડિઝાઇન્સ’ પર સ્પેશ્યલ વેબિનારનું આયોજન કર્યું હતું.

વેબિનારનું સંચાલન આર્કિટેક્ટ એન્ડ ઇન્ટેરિઅર્સ ઇન્ડિયાના એડિટર સુમિષા ગિલોત્રાએ કર્યું હતું, જેમાં પેનલમાં પ્રસિદ્ધ લોકો સામેલ હતા, જેમાં ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના ઇવીપી અને બિઝનેસ હેડ શ્માય મોટવાની, સંજય પુરી આર્કિટેક્ટ્સમાંથી પ્રિન્સિપલ આર્કિટેક્ટ સંજય પુરી, સોમયા એન્ડ કલાપ્પા કન્સલ્ટન્ટ્સ (એસએનકે)ના ડાયરેક્ટર નંદિની સોમયા સમ્પત,

સુમેશ મેનન એસોસિએટ્સના સ્થાપક સુમેશ મેનન અને રાહેજા રિયલ્ટીના સીઇઓ રામ રાહેજા સામેલ હતા. તેમાં મહામારીએ ડિઝાઇનિંગ સ્પેસમાં આવેલા પરિવર્તન પર ચર્ચા થઈ  હતી, જેનાથી એઆઇડી સમુદાય માટે ફ્લેક્સિબલ અને અનંત સંભાવનાઓ ખુલી છે. વળી ચર્ચામાં ભવિષ્ય માટે સ્પેસની જરૂરિયાતો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગોદરેજ વેલ્યુ કો-ક્રિએટર્સ ક્લબની શરૂઆત પર ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સમાં ઇવીપી અને બિઝનેસ હેડ શ્યામ મોટવાનીએ કહ્યું હતું કે, “એઆઇડી સમુદાય અમારા વ્યવસાયોનું અભિન્ન અંગ હોવાથી તેમની વૃદ્ધિની સફરમાં તેમને હંમેશા ટેકો આપવા અમારા માટે મહત્વપૂર્ણ છે.

અમે વિવિધ પ્રોજેક્ટ્સ માટે આર્કિટેકટ્સ સાથે કામ કરી રહ્યાં છીએ, પણ આ પહેલીવાર અમે આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે એકસાથે તેમના અનુભવ અને જાણકારીને લાવશે. ગોદરેજ વેલ્યુ કો-ક્રિએટર્સ ક્લબ એક પહેલ છે, જેમાં અમે અમારા બ્રાન્ડની થોટ લીડરશિપ અને એઆઇડીની રચનાત્મકતાનો સુભગ સમન્વય કરવાની યોજના ધરાવીએ છીએ, જેથી અંતિમ ગ્રાહકો, ક્લાયન્ટ અને પાર્ટનર્સ માટે ઊંચા મૂલ્યનું સર્જન થશે. એનો ઉદ્દેશ આ પહેલ દ્વારા આગામી 4 વર્ષમાં એઆઇડી સમુદાયનું પ્રદાન 4 ગણું વધારવાનો છે.”

230+ સહભાગીઓ વચ્ચે હાથ ધરવામાં આવેલા સર્વના તારણો વેબિનારમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. આ તારણો મુજબ, એઆઇડી સમુદાયના 78% ક્લાયન્ટે ઘરની ડિઝાઇનમાં લોકિંગ સમાધાનોને સંકલિત કરવાની માગ કરી છે. ઉપરાંત એઆઇડી સમુદાયના 98%માને છે કે, ઘરની ડિઝાઇનમાં લોકિંગ સમાધાનોનું સંકલન મહત્વપૂર્ણ છે.

આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનરો પ્રોજેક્ટની સલામતીના ઉદ્દેશોને પાર પાડવા નોંધપાત્ર પ્રદાન કરી શકે છે. ચર્ચામાં ડિઝાઇન જરૂરિયાતના ભાગરૂપે સલામતી કોઈ પણ પ્રોજેક્ટમાં કેવી રીતે મૂલ્ય સંવર્ધન કરી શકે છે, ખાસ કરીને નવા નિયમનોમાં સ્પેસની ડિઝાઇન કરતાં.

સંજય પુરી આર્કિટેક્ટ્સના પ્રિન્સિપલ આર્કિટેક્ટ સંજય પુરીએ કહ્યું હતં કે, “મહામારીને કારણે ઘરો વર્કસ્ટેશન્સ, સ્કૂલ, પ્લેગ્રાઉન્ડમાં બદલાઈ ગયા હોવાથી સ્પેસની ડિઝાઇનમાં વિવિધ માગને પૂર્ણ કરવી જરૂરી છે, જે અમારા ક્લાયન્ટ્સ ભવિષ્યમાં ધરાવશે. અત્યારે આપણે ઘરે વધારે સમય પસાર કરીએ છીએ અને અમારા પરિવારજનો સાથે મર્યાદિત જગ્યા વહેંચવા અમારે ઉપલબ્ધ સ્પેસનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂર પડશે અને નવા સ્થિતિસંજોગોમાં ભવિષ્યલક્ષી મકાનો વિકસાવવા પડશે.”

સુમેશ મેનન એસોસિએટ્સના સ્થાપક સુમેશ મેનને કહ્યું હતું કે, “જ્યારે રહેણાક સ્પેસની વાત આવે છે, ત્યારે લોકો કોવિડ પછી ફરી સક્રિય થયા છે અને લક્ઝરી પર ખર્ચ કરવા તૈયાર છે. ઘણું ધ્યાન પ્રીમિયમ ભારતીય બ્રાન્ડ્સ પર વળ્યું છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વિશિષ્ટ ઉત્પાદનો માટેની માગ વધી છે.”

રાહેજા રિયલ્ટીના સીઇઓ રામ રાહેજાએ કહ્યું હતું કે, “અત્યારે ઘણા ગ્રાહકો માને છે કે, તેમને નજીકના ભવિષ્યમાં તેમનું જીવન ઘણું અલગ રીતે જીવવું પડશે. મહામારી પછીના યુગમાં ઘર ખરીદવા સાથે ગ્રાહકનો અભિગમ નોંધપાત્ર રીતે બદલાયો છે, ખાસ કરીને ડિઝાઇન, સુવિધાઓ, વધારાના રૂમ, સંપૂર્ણ જીવનશૈલી વગેરેની દ્રષ્ટિએ. કોવિડ-19 પ્રેરિત મહામારીએ દુનિયાભરના ઉદ્યોગો પર અસર કરી છે અને પરિવર્તનનો પવન ફૂંક્યો છે.”

સોમયા એન્ડ કલપ્પા કન્સલ્ટન્ટ્સ (એસએનકે)ના ડાયરેક્ટર નંદિની સોમયા સમ્પતે કહ્યું હતું કે, “જ્યારે આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનરો તરીકે અમારે ભવિષ્યની સ્પેસ અને પ્લેસનો ફરી વિચાર કરવાની જરૂર છે, ત્યારે આપણે કેવી રીતે કામ કરીએ અને નવી સ્થિતિમાં જીવીએ એ માટે સમુદાયોની જરૂરિયાતો પૂરી કરી શકે એના પર પણ વિચાર કરવો જોઈએ.

આ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે, જે જગ્યાઓ બનાવવામાં આવે તેમાં તમામ માટે સલામતીના ધારાધોરણો સામેલ હોય. આપણે ડિઝાઇનમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને મહામારીમાં આપણે ગુમાવેલું લોકો માટે સંપૂર્ણ વાતાવરણ ઊભું કરી શકીએ એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.