આર્ચર એકલો ન પડી જાય એ જાેવાનું કામ આપણું : બેન સ્ટોક્સ
માન્ચેસ્ટર: વેસ્ટઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ૧૭૬ રનની જબરદસ્ત પારી રમનાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે તાજેતરમાં પોતાના સાથી પ્લેયર જાેફ્રા આર્ચર માટે પોતાના વિચાર રજૂ કર્યા છે. આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આર્ચરને બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
આ વિશે બેન સ્ટોક્સે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ ક્રિકેટ ગ્રુપમાં એક પ્લેયર તરીકે અમારે સાથે મળીને કામકાજ કરવાનું હોય છે જેથી અમે આગળ વધી શકીએ. હાલના તબક્કામાં અમારે જાેફ્રાને પૂરતો ટેકો આપવો જાેઈએ, કારણ કે તે આજે જેકંઈ છે એ પોતાને લીધે જ છે. આજે નિયમોનું ઉલ્લંઘન કરવાને લીધે તે ચર્ચાનો વિષય બની ગયો છે, પણ અમે અહીં સુનિશ્ચિત કરવા કરવા માગીએ છીએ કે તે એકલો નથી.
હાલમાં એક ટીમ તરીકે સૌથી ખરાબ વાત એ છે કે આપણે તેને એકલો છોડી દેવો પડે છે અને તેને દિવસમાં પાંચ-છ વખત જ જાેવો પડે છે. આ સમય ઘણો અઘરો છે. આ સમયમાં તમારે પોતાને ઘણા સાચવવાના હોય છે. જાેફ્રા અમારા ગ્રુપનો એક મોટો પ્લેયર છે અને જે પ્રમાણે અમે ટીમને સાચવીએ છીએ એ જ પ્રમાણે તેને પણ સાચવીશું.