આર્ટ એમિગોસ વિથ સુપર ૩૦ આર્ટ એકઝીબીશન યોજાયું
અમદાવાદ, આર્ટ એમિગોસ વિથ સુપર ૩૦ આર્ટ એકઝીબીશન એલ.પી. હઠીસિંઘ વિઝ્યુલ આર્ટ સેન્ટર, અમદાવાદ ખાતે યોજાયું હતું. બાળકોના ૧પ૦ જેટલા આર્ટ વર્ક વિવિધ વિષયો સાથે ખૂબ સુંદર રીતે રજુ થયા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન અમદાવાદના મેયરશ્રી બીજલ પટેલ અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર આર્ટીસ્ટ બિપિન પટેલની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટય કરીને એકઝીબીશનની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં રસ વધે તે માટે કલાશિક્ષણનું મહત્વ છે.
ઈન્ટરનેટના યુગમાં જયારે બાળકોને મોબાઈલ ગેમ પ્રત્યે આકર્ષણ હોય છે ત્યારે કલાક પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રકારના આયોજનો થવા જાઈએ. પેઈન્ટીંગસના વેચાણથી થયેલ આવક ગરીબ બાળકો, વૃદ્ધાશ્રમોમાં તથા અનાથાલયોમાં આપવામાં આવશે.
આ એકઝીબીશનમાં પ્રાંશ ગાંધી, આહના શાહ, દેવર્ષી રાવલ, જશ દેસાઈ, આરના શાહ, જિયા ટાંક, આરોહી મહેતા, કશ્વી શાહ, આર્યન મહેતા, કાવ્યા શાહ, એન્જલ કોઠમડી, મૈશ્વી ચોકસી, અનુશા શાહ, નૈત્રી શાહ, અર્હમ પરીખ, નિશી શાહ, અર્હત સંઘવી, નિશ્રા શાહ, ચિરાંગી શાહ, રિશિકા શાહ, દિયા ટીંંબડીયા, સ્વરિત મહેતા, દ્વિજ શાહ,તનિષા શાહ, ફોરમ શાહ, વ્રજ શાહ, હિયા ત્રિવેદી, યશ્વી શાહ, જૈનીલ શાહ તેમજ જીયા ટીંબડીએ પોતાની કળા રજુ કરી હતી.