Western Times News

Gujarati News

આર્ત્મનિભર ગ્રામયાત્રા રથનું સૈયાત ગામ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખે સ્વાગત કર્યું

નયનાબેન પટેલના હસ્તે નવીન આંગણવાડીના મકાનનું ખાતમહુર્ત

રાજપીપળા, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આર્ત્મનિભર ગ્રામ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો તે અંતર્ગત આજે આ રથયાત્રાનું માતર ખાતે આવી પહોંચી હતી. આ રથનું ઠાસરા તાલુકાના સૈયાત ગામ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન પટેલે સ્વાગત કર્યું હતુ.

આ યાત્રા દરમ્યાન આર્ત્મનિભર ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશાબહેનો, સખીમંડળ, યુવક મંડળ દ્રારા સ્વચ્છતા અંગે જન જાગુતિ રેલી પણ યોજાઇ હતી. આર્ત્મનિભર ગ્રામયાત્રા સાથોસાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નયનાબેન પટેલના હસ્તે મનરેગા યોજના હેઠળ સૈયાત ગામ ખાતે નવીન આંગણવાડીના મકાનનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતુ.

ઉપરાંત મિશન મંગલમ યોજના હેઠળ ૧૦૦ સ્વ સહાય જુથોને સહાય પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને બીજા હપ્તાની રકમના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓશ્રીએ આઇ.સી.ડી.એસ બાળ વિકાસ યોજના હેઠળ વાનગીનું નિદર્શન કર્યું હતુ.

આ યાત્રા દરમ્યાન ઠાસરા તાલુકાના રાણીયા ગામ ખાતે પ્રાંત અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે સામુહિક શોક્પીટનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત વુક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ, ગ્રામ સરપંચશ્રી, મામલતદારશ્રીઓ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીશ્રી  અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.