આત્મનિર્ભર ભારત દબાણ સામે ઝૂકશે નહીં: પીયૂષ ગોયલ

નવીદિલ્હી, જીનીવામાં વિકાસશીલ દેશોના ગઠબંધનની ય્૩૩ મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લીધા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે રવિવારે કહ્યું કે ભારત દબાણને વશ થશે નહીં અને કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. ૩૩ મંત્રી સ્તરની બેઠક બાદ પ્રેસ બ્રીફિંગ દરમિયાન ગોયલ એ આ વાત કરી હતી. તેમની આગેવાની હેઠળ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સામાન્ય હિતના વિવિધ મુદ્દાઓ પર ભારતનું વલણ રજૂ કર્યું હતું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજના ‘આર્ત્મનિભર ભારત’ પર કોઈ દબાણ ન કરી શકે. આપણે કોઈપણ પડકારનો સામનો કરી શકીએ છીએ. અમે દબાણમાં આવીને કોઈ ર્નિણય લેતા નથી. મંત્રીએ કહ્યું કે ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ (વિશ્વ એક પરિવાર છે)ને અનુસરે છે. અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અમારું સ્ટેન્ડ બનાવ્યું છે. અમે વિકાસશીલ અને અવિકસિત દેશોની ચિંતા વધારી છે.
જી-૩૩ મંત્રી સ્તરની બેઠકમાં પીયૂષ ગોયલે વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોના તેમના સમકક્ષો સાથે વ્યાપક વાર્તાલાપ કર્યો. ગોયલે ૧૨મી મંત્રી સ્તરીય સમિટની બાજુમાં ય્-૩૩ મંત્રી સ્તરની બેઠકને સંબોધિત કરતી વખતે વિકાસશીલ દેશોને સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી.
ભારત એસએસએમ માટે દબાણ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ગરીબ અને સીમાંત ખેડૂતોને આયાતમાં કોઈપણ ઉછાળો અથવા ભાવમાં તીવ્ર ઘટાડોથી બચાવવાનો છે. કેન્દ્રીય મંત્રીએ કૃષિ પર ડબ્લ્યુટીઓના કરાર પર કહ્યું કે આજે વિશ્વના વિવિધ ભાગોમાં બની રહેલી ઘટનાઓથી સ્પષ્ટ છે કે તેના નિયમો વિકસિત દેશોની તરફેણમાં છે અને વિકાસશીલ દેશોની વિરુદ્ધ છે.HS1MS