આર્થિક તંગીથી ભારે પરેશાન કુટુંબના પાંચની આત્મહત્યા
પટના: બિહારના સુપૌલમાં આર્થિક તંગીથી પરેશાન થઈને એક પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લીધો છે. માતા-પિતા અને ત્રણ બાળકોએ સામુહિક આપઘાત કરી લીધો છે. સમાચાર સામે આવતા જ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કેસ રાધોપુર પોલીસ મથક હેઠળ આવતા ગદ્દી ગામનો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા શનિવારે આ પરિવારના સભ્યોને જાેયા હતા. જે બાદમાં પરિવારનું કોઈ સભ્ય જાેવા મળ્યું ન હતું. આજે અચાનક પરિવારના તમામ લોકોએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીઘાનું જાણવા મળ્યું હતું. પાંચ લોકોના સામુહિક આપઘાતની વાત જાણીને પોલીસ દોડી આવી હતી. પોલીસે જાેયું તો તમામના મૃતદેહ ફાંસીએ લટકી રહ્યા હતા.
ગદ્દી ગામના મિશ્રીલાલ સાહના પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરી લીધો છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એફએસએલની ટીમની તપાસ બાદ જ વધારે વિગત મળશે. એસપીએ જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ બાદ જ હકીકત સામે આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ રાઘાપુર પોલીસ સ્ટેશનના વોર્ડ નંબર ચારનો હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ શુક્રવારે મોડી રાત્રે કરવામાં આવી હતી. જ્યારે રૂમમાંથી ગંધ આવી ત્યારે પરિવારે રૂમનો દરવાજાે ખખડાવ્યો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. પછી તેણે નજીકના લોકો સાથે દરવાજાે ખોલવાનો પ્રયાસ કર્યો. જાેકે જવાબ ન મળતા પોલીસને બોલાવવામાં આવી હતી. જે બાદ પોલીસ આવીને રૂમનો દરવાજાે તોડ્યો હતો. અંદરની સ્થિતિ જાેઈને બધા ચોંકી ગયા.
રાધોપુરના ગદ્દી ગામના લોકોએ મૃતક મિશ્રીલાલ સાહ અને પરિવાર અંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી પરિવાર કોલસો વેચીને ગુજરાન ચલાવતો હતો. આર્થિક તંગીને કારણે મિશ્રીલાલ સાહે પોતાની વડવાઓની જમીન વેચી નાખી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે પરિવારના સભ્યો છેલ્લા થોડા દિવસોથી ગામના લોકો સાથે વાતચીત કરતા ન હતા. પરિવારના પાંચ સભ્યોએ એક સાથે આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. ગત દિવસોમાં વડોદરામાં પણ એક સોની પરિવારે આર્થિક તંગીને કારણે આપઘાત કરી લીધો હતો.
જ્યારે પોલીસે રૂમમાં જાેયું તો તમામ પાંચ સભ્યોના મૃતદેહ ફંદા પર લટકી રહ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજાે લીધો હતો અને તરત જ કેસની તપાસ શરૂ કરી હતી. અમારી સહયોગી હિંદી સમાચાર વેબસાઈટ એનબીટીની ટીમે આ સમગ્ર મુદ્દે સુપૌલના એસપી મનોજ કુમાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ટીમ તપાસ માટે ગઈ છે. આ કેસ આત્મહત્યા પ્રાથમિક સ્તરે આત્મહત્યાનો લાગી રહ્યો છે. આર્થિક મુશ્કેલી તેનું એક કારણ હોઈ શકે છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.
એસપી મનોજ કુમારે ફોન પર વાતચીતમાં જણાવ્યા અનુસાર, નજીકના લોકોએ જણાવ્યું હતું કે પરિવારના મુખ્ય વ્યક્તિએ બિઝનેસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. હવે કોલસો ખરીદવા વેચવાનું કામ કરી રહ્યા હતા. પરિવારમાં હવે કોઈ પણ વધુ ભણેલું નહોતું. ફક્ત પુત્ર ભણતો હતો, દીકરીઓ ભણેલી નહોતી. હવે કેસ રિપોર્ટ આવશે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવશે તે પછી જ સ્પષ્ટ રીતે કહી શકાય. હાલ પોલીસ આ મામલે સ્પષ્ટ રીતે બોલી રહી નથી. જાેકે, ફંદાથી લટકતા મૃતદેહોને જાેઈને આ વિસ્તારમાં લોકોમાં અરરેરાટી મચી ગઈ છે.