આર્થિક ભીંસ ખૂબ જ વધતાં ભારતીયો સોનું વેચી રહ્યા છે
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે ભારતીયો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જેના કારણે હવે તેઓ સોનુ વેચીને પોતાની આર્થિક તંગી દૂર કરી રહ્યા છે. ૫૦ વર્ષીય પોલ ફનાર્ન્ડિસ વેઈટર છે અને તેઓ ક્રૂઝમાં નોકરી કરતા હતા. જાેકે, નોકરી ગુમાવી દીધા બાદ પોતાના બાળકોના ભણતર માટે સોના ઉપર લોન લીધી હતી. બીજી નોકરી શોધવા અને હોમ બિઝનેસ શરૂ કરવામાં નિષ્ફળ રહેવાના કારણે આ વર્ષે તેમણે અન્ય ખર્ચાઓ માટે પોતાના સોનાના ઘરેણા વેચી દીધા હતા. ગોવામા રહેતા ફનાર્ન્ડિસે જણાવ્યું હતું કે મેં સોનાના પર લોન લીધી હતી
પરંતુ તે પણ એક દેવું જ છે. મેં દાગીના વેચી દીધા જેનો મતલબ છે કે હું તે લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યો છું. કોરોનાના કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે અને દેવાદાર થઈ ગયા છે. ત્યારે ઘણા ભારતીયો તેમના અંતિમ આશ્રય એવા સોના કે સોનાના દાગીના વેચીને પોતાની આર્થિક તંગી દૂર કરી રહ્યા છે. ગ્રામીણ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર જાેવા મળ્યો હતો જેના કારણે અર્થતંત્ર અને આવક પર ઘણો મોટો ફટકો પડ્યો છે.
ગત વર્ષે લોકડાઉનના કારણે લોકો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા હતા અને તેમાંથી બહાર આવવા માટે ગોલ્ડ લોન લીધી હતી. હવે આ વર્ષે પણ ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તમારી આર્થિક મુશ્કેલીઓ વધી છે. ત્રીજી લહેરની સંભાવનાનો મતલબ છે કે તમારી નોકરી ફરીથી જાેખમમાં મૂકાઈ શકે છે, તેમ શેઠે જણાવ્યું હતું. સોના પર લોન આપતી દેશની અગ્રણી મન્નાપુરમ ફાઈનાન્સ લિમિટેડે માર્ચથી ત્રણ મહિનામાં ૪૦૪ કરોડ રૂપિયાના સોનાની હરાજી કરી હતી.
તેના આગળના નવ મહિનામાં ફક્ત ૮ કરોડ રૂપિયાના સોનાની હરાજી થઈ હતી. જે લોકોએ મન્નાપુરમ પાસેથી લોન લીધી હતી તેમાં રોજનું કમાતા લોકો, નાના વેપારીઓ અને ખેડૂતો હતા જેઓ પોતાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે આર્થિક મંદી અને કોરોના વાયરસના કારણે ભારતીયોએ તેમના સોનાની ખરીદી પર કાપ મૂક્યો છે. ૨૦૨૦માં છેલ્લા બે દાયકામાંની સોનાની સૌથી ઓછી ખરીદી થઈ હતી. જાેકે, મેટલ્સ ફોકસના સેઠના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સોનાની ખરીદીમાં ૪૦ ટકા જેટલો ઉછાળો આવી શકે છે.