Western Times News

Gujarati News

આર્થિક મોરચે બહિષ્કાર લડતનું પરિણામ આવતા એક વર્ષ લાગશે

Files Photo

લઘુ-મધ્યમ કક્ષાના ઉદ્યોગને પુનઃ બેઠા કરાશેઃવહેપારીઓને લોકલ પ્રોડક્ટ ગુણવતાસભર અપાશેઃબ્લ્યુપ્રિન્ટ તૈયાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એલએસી પર ચીન અડીંગો જમાવીને બેઠ છે. ભારત સાથે મંત્રણાની વાતો વચ્ચે સંપૂર્ણપણે યુધ્ધની તૈયારીઓ કરી રહ્યુ છે. નેપાળને કાંખમાં રાખી નવો મોરચો ખોલવાના મૂૃડમાં છે. તયારે એક તરફ સરહદે ચીન સામે ભારતને મજબુતાઈથી સેન્ય અને શસ્ત્રોને ગોઠવી દીધા છે. અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જણાવ્યુ છે. તો બીજી તરફ આર્થિક મોરચે ફટકો આપવા ભારતે કમર કસી છે. જાે કે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચીન સામે પૂર્ણપણે માળખું ઉભુ થતાં એક વર્ષ જેટલો સમય પસાર થઈ જશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે. ચીનની ચેઈનને તોડીને ભારતના સ્થાનિક ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા લાગશે. અને સમગ્રતયા માળખાની રચના માટે કેન્દ્ર તરફથી તૈયારીઓ કરી દેવાઈ છે. તેના માટે ેબ્લ્યુ પ્રિન્ટ’ તૈયાર થઈ ગઈ છે. જાે કે ચીનના માલસામાનનો બહિષ્કાર કરવા માટે વેપારી એસોસીઅશનનો સાથસહકાર મેળવવામાં આવી રહ્યો છે. દરમ્યાનમાં એક પછી એક સ્ટેપ સરકાર લઈ રહી છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો સ્મોલ ટ્રેડર્સ એસોસીઅશને મુહિમ ઉપાડી છે. ખાસ તો વેપારીઓ જાે ચીનના માલસામાનની ખરીદી જ ન કરે તો ખરીદનાર મળે નહી. પરંતુ હાલમાં જેની પાસે ચીની બનાવટનો માલસામાન છે તે વેચાઈ ગયા પછી વેપારીઓ નવો માલ ખરીદશે નહી. પરંતુ તેને કારણે જે ખાઈ ઉભી થશે તેનેે પૂરવા મધ્યમકક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહ આપવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. ંલઘુ-મધ્યમ કક્ષાના ઉદ્યોગો વેપારીઓની જરૂરીયાત પૂરી કરી શકે છે.

એક વખત વેપારીઓની માંગ સંતોષાશે એ સાથે જ ચીનની બનાવટની વસ્તુઓ માર્કેટમાંથી દુર થશે. આનાથી નાના-મધ્યમ કક્ષાના ઉદ્યોગો બઠા થશે. યુવાનોને દિશા મળશે અને તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ કરી શકશે. નિષ્ણાંતોના મત પ્રમાણે આ એક સાયકલ છે અને તેને પૂરી થતાં એક વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. જાે કે છેલ્લો આધાર સરકારની નીતિ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.