આર્થિક રીતે તૂટી રહેલા ચીનની નાપાક હરકતો
અનેક દેશોએ ચીન સામે કાર્યવાહી શરૂ કરી : ચારેય બાજુથી ઘેરાયેલુ ચીન હવે બચવા માટે તણખલુ પકડી રહયુ હોય તેવી પરિસ્થિતિ
કોરોના કાળમાં સૌથી વધુ અસરગ્રસ્ત અને બેકારીથી ચીનનું અર્થતંત્ર પડી ભાંગ્યુ : આર્થિક રીતે વિકસિત અમેરિકા, બ્રિટન, જાપાન, ભારત સહિતના દેશોમાં ચીને જાસુસીની બિછાવેલી જાળનો પર્દાફાશ
વિદેશી અર્થતંત્રોની માહિતી ચોરતુ ચીન ઉત્પાદન ક્ષેત્રે આગામી દશકો ભારતનો હશે
જીવલેણ વાયરસ બનાવવાની લ્હાયમાં ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરના દેશોને ભરડામાં લીધા છે. જૈવિક યુધ્ધની તૈયારીના ભાગરૂપે ચીને વુહાન લેબમાં કોરોના જેવા અનેક વાયરસો બનાવ્યા છે પરંતુ કોરોના વાયરસ લીક થતાં આ નાપાક ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.
ચીનમાં સંખ્યાબંધ નાગરિકો મોતને ભેટયા છે પરંતુ તેની સાચી હકીકત ક્યારેય બહાર નહી આવે. ચીનમાં ફેલાયેલી મહામારીએ ભારત, અમેરિકા, રશિયા સહિતના અનેક દેશોમાં સંખ્યાબંધ નાગરિકોનો ભોગ લીધો છે આ પરિસ્થિતિમાં તમામ દેશો ચીન સામે એક સુત્ર થઈ ગયા છે. ખૂબ જ ખતરનાક ગણાતા જૈવિક યુધ્ધ માટે ચીને હવે પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો છે. પરંતુ હવે તમામ દેશો આક્રમક રીતે ચીન સામે મેદાનમાં આવવા લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ સરહદ ઉપર પણ ભારતની સાથે સાથે અન્ય દેશો એ પણ મોરચો ખોલી નાંખતા ચીન ચારેયબાજુ ઘેરાય ગયું છે.
બોખલાયેલું ચીન હવે ભારત સહિતના પાડોશી દેશોને ડરાવવા માટે યુધ્ધ અભ્યાસ જેવા કરતુતો કરી રહયું છે પરંતુ ભારતીય સેનાએ ચીનને આપેલા જડબાતોડ જવાબ તથા ભારતની તૈયારીથી હવે ચીને લશ્કરી કાર્યવાહી કરવાના બદલે વિશ્વભરના દેશોની આર્થિક પરિસ્થિતિ જાણવા તથા મહત્વપૂર્ણ વિગતો મેળવવા માટે જાસુસીની જાળ બિછાવી છે પરંતુ તેનો પર્દાફાશ થઈ જતાં હવે તમામ દેશો એલર્ટ થઈ ગયા છે.
કોરોનાના જનક ગણાતા ચીન પાસે ગણતરીના જ મિત્ર દેશો બચ્યા છે અને આ દેશો પણ આર્થિક રીતે ખુબ જ નબળા સાબિત થઈ રહયા છે. ચીનની સાથે ઉભેલા પાકિસ્તાન, નેપાળ જેવા દેશો કોઈપણ ક્ષેત્રમાં ચીનને મદદ કરી શકે તેમ નથી. તેનો લાભ ઉઠાવી ચીન હવે આ દેશોને મદદ કરવાના બહાને વિસ્તારવાદની પોતાની પ્રવૃતિ આગળ ધપાવી રહયંુ છે. ચીને ભારતને ઘેરવા માટે પાકિસ્તાનમાં પોતાનું લશ્કરી થાણું લગભગ સ્થાપી દીધું છે. પાકિસ્તાન કોઈપણ પરિસ્થિતિમાં પ્રત્યેક્ષ યુધ્ધમાં ભારત સામે જીતી શકે તેમ નથી. પરંતુ ચીનના નાપાક ષડયંત્રનો ભાગ બની પાકિસ્તાન ભારત સામે ઉભુ થવા લાગ્યું છે. ચીન પાકિસ્તાન તથા નેપાળના સહારે ભારતને ડરાવવા માટે તમામ પ્રયાસો કરી રહયું છે પરંતુ આ કપરી પરિસ્થિતિમાં ભારત વધુને વધુ મજબુત બનતાં ચીનની કુટનીતિનો તેના જ દેશમાં બહિષ્કાર થવા લાગ્યો છે. ચીનના પ્રમુખ જીનપીંગ સામે હવે તેની પાર્ટીમાં જ વિરોધનો શુર ઉભો થતાં બચવા માટે અંતિમ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
ચારેય બાજુથી ઘેરાયેલા ચીનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થવા લાગી છે. અમેરિકા, ભારત સહિતના દેશોએ ચીનથી આયાતી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવાની શરૂઆત કરી દીધી છે. આ પરિસ્થિતિમાં વિશ્વભરમાં ઉત્પાદન ક્ષેત્રે નંબર-૧ ચીનમાં નિકાસના અભાવે માલનો ભરાવો થવા લાગ્યો છે. કેટલીક કંપનીઓએ તો મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે અને શ્રમિકોને પણ છુટા કરવામાં આવી રહયા છે. આ પરિસ્થિતિમાં ચીનના અર્થતંત્ર પર ઘેરી અસર પડવા લાગી છે. બેકારી વધતા ચીનના મોટાભાગના પ્રદેશોમાં નાગરિકો રોજી મેળવવા ભટકતા જાેવા મળી રહયા છે. ચીનની સામ્યવાદી નીતિના કારણે આજે નાગરિકો મુશ્કેલીમાં મુકાવા લાગ્યા છે. ચીનના ખોખલા થઈ ગયેલા અર્થતંત્રના કારણે હવે વિદેશી અર્થતંત્રો ઉપર ચીને નજર દોડાવવાનું શરૂ કર્યું છે.
વિશ્વમાં ચીન બાદ ભારત ઉત્પાદન ક્ષેત્રે બીજી હરોળનો દેશ છે. ભારતમાં વિદેશી મુડી રોકાણને આવકારવા માટે સંખ્યાબંધ પગલાંઓ ભરવામાં આવી રહયા છે અને તેને વ્યાપક આવકાર પણ મળી રહયો છે. ચીનના બહિષ્કારના કારણે ચીનમાં ઉત્પાદન કરતી અનેક વિદેશી કંપનીઓ હવે ચીનમાંથી ઉચાળા ભરવા લાગી છે અને આવી કંપનીઓએ ભારત ઉપર નજર દોડાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં પણ વિદેશી મુડી રોકાણ સાવ ઘટવા લાગતા તથા વિદેશી કંપનીઓએ પોતાના ઔદ્યોગિક એકમો બંધ કરવાની તૈયારી શરૂ કરતા ચીનને પડયા ઉપર પાટુ માર્યા જેવી હાલત થઈ છે અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાના ઉદ્યોગો સ્થાપવાની જાહેરાત કરી દીધી છે જેના પરિણામે આગામી દશકો ભારતનો હશે. ચીનની સામે પડેલી વિદેશી કંપનીઓએ ભારતમાં પ્રવેશવા માટે શરૂઆત કરી દીધી છે. જેના પરિણામે ભારતનું અર્થતંત્ર ખુબ જ ઝડપથી મજબુત થઈ જશે તેવું અર્થશાસ્ત્રીઓ માની રહયા છે.
કોરોના કાળમાં લોકડાઉનના કારણે ભારતનો વિકાસદર ખુબ જ નીચો ગયો છે પરંતુ વર્તમાન સ્થિતિને જાેતાં આગામી દાયકામાં ભારત વિશ્વભરમાં ઉત્પાદન ક્ષેત્રે નંબર-૧ નું સ્થાન હાંસલ કરશે. ચીનમાં ભારતીય નેતૃત્વના વખાણ થવા લાગ્યા છે જયારે જીનપીંગ સામે આક્રોશ વધી રહયો છે. આ પરિસ્થિતિમાં ચીને ડેમેજ કંટ્રોલ સીસ્ટમ ઉભી કરી છે. પોતાની કેટલીક એપ્લીકેશનો મારફતે ભારત, અમેરિકા, જાપાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોના ટોચના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ સહિતના ૩ લાખથી વધુ વ્યક્તિના ડેટા ચોરવાની શરૂઆત કરી દીધી છે. આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થતાં જ નાપાક ચીનની હરકત વિશ્વ સમક્ષ ખુલી પડી છે. ભારત સામે સરહદી ક્ષેત્રમાં થયેલી પીછેહઠ બાદ ચીનના વધુ એક કરતુતનો પર્દાફાશ થતાં હવે વિશ્વભરના દેશો ચીન સામે એકસુત્ર થઈ ગયા છે.
આર્થિક રીતે બેહાલી તરફ આગળ વધી રહેલા ચીનના અર્થતંત્રને મજબુત કરવા માટે નાપાક ષડયંત્રો ઘડયા સિવાય કોઈ ચારો નથી. કારણ કે ચીનની કુટનીતિના કારણે તમામ મોટા દેશો તેમની વિરૂધ્ધમાં થઈ ગયા છે જયારે રશિયા ખુલીને ચીનની વિરૂધ્ધમાં બહાર નથી આવ્યું પરંતુ તે ચીનને આર્થીક રીતે મદદ કરી શકે તેમ નથી. ચીનના અર્થશાસ્ત્રીઓએ વિદેશી મજબુત અર્થતંત્રોનો અભ્યાસ કરવા માટે તથા ફરી એક વખત ચીનમાં વિદેશી ઉદ્યોગો સ્થપાય તે માટે મોટી કંપનીઓના ઉદ્યોગપતિઓના ડેટા ચોરવાની શરૂઆત કરી દીધી છે. જાેકે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ચુકયો છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ચીને બે લાખથી વધુ આવી વ્યક્તિઓના ડેટા મેળવી લીધા છે અને હવે તે તેનો ઉપયોગ ક્યા કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આ ષડયંત્ર બહાર આવતા જ અમેરિકા સહિતના દેશોએ પણ ભારતના પગલે ચીનની એપ્લીકેશનો પર પ્રતિબંધ મુકવાની શરૂઆત કરી દીધી છે. આ સમગ્ર ષડયંત્રની વિગતો અંગે સંબંધિત દેશો હાલ ગુપ્ત રીતે તપાસ કરાવી રહયા છે અને જરૂર પડે આગામી દિવસોમાં ચીન સામે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવાય તો નવાઈ નહીં.