આર્થિક સહાય ન મળી હોય તેવા બાંધકામ શ્રમિકોએ તેમની વિગતો શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ પર સબમીટ કરી શકાશે

પ્રતિકાત્મક
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ દ્વારા કોવિડ -૧૯ અન્વયે નોંધાયેલા બાંધકામ શ્રમિકોનેલોકડાઉનમાં રૂ .૧૦૦૦/- ની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. નોંધાયેલ બાંધકામ શ્રમિકોનીવિગત અધુરી હોવાથી અમૂકનોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળી નથી.
બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ https://misbocww.gujarat.gov.inપર સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. નોંધાયેલ બાંધકામ શ્રમિક-લાભાર્થી પોતાના રેડ-બુક (ઓળખ પત્ર) નંબર આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓનીવિગત ઓનલાઇન ભરી કરી શકશે.ખૂટતી વિગતોભરવાની છેલ્લી તા.૧૭/૦૭/૨૦૨૦ છે તેમ સભ્ય સચિવશ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.