Western Times News

Gujarati News

આર્થિક સુધારાની ગતિ સરકાર જાળવી રાખશે: સિતારમન

ભારતે કોવિડ ૧૯ મહામારીથી પેદા થયેલ સંકટને આર્થિક સુધારાઓને પુશ આપવા અવસર બનાવી લીધાનો દાવો

નવી દિલ્હી, ભારતને વૈશ્વિક રોકાણનું પ્રમુખ કેન્દ્ર કે હોટસ્પોટ બનાવવા માટે આર્થિક સુધારાની ગતિ આ ઝડપથી જ ચાલુ રહેશે તેવો ભરોસો વિત્ત મંત્રી ર્નિમલા સીતારમણે ઈન્ડસ્ટ્રીને દર્શાવ્યો છે. ર્નિમલા સીતારમણે સોમવારે ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધિત કરતાં આ વાત કહી હતી. વિત્ત મંત્રીએ કહ્યું કે, સરકાર ભારતને રોકાણનું કેન્દ્ર બનાવવાની દિશામાં પગલાંઓ ભરી રહી છે. આર્થિક સુધારાઓને ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત તેઓએ ભવિષ્યમાં હજુ વધારે મોટા સુધારાઓનાં પણ સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું કે, મોટા પાયે હજુ વધારે સુધારાઓ માટે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

ર્નિમલા સીતારમણે કહ્યું કે, ભારતે કોવિડ ૧૯ મહામારીથી પેદા થયેલ સંકટને આર્થિક સુધારાઓને પુશ આપવાનો અવસર બનાવી લીધો છે. આ સુધારા અનેક દશકોથી પેન્ડિંગ હતા. મહામારીના સમયમાં પણ આપણા પીએમે મોટા સુધારા કરવાનો મોકો ગુમાવ્યો નહીં. આગળ તેઓએ કહ્યું કે, નાણાકીય સેક્ટરને પ્રોફેશનલાઈઝ કરવામાં આવી રહ્યું છે અને સરકાર પોતાના વિનિવેશના એજન્ડાને આગળ પણ ચાલુ રાખશે.

સીઆઈઆઈના કાર્યક્રમમાં મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારત કરન્ટ એકાઉન્ટમાં ખોટ નહીં પણ સરપ્લસ નોંધાવશે. કોવિડ ૧૯ મહામારીને કારણે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારે છે અને તેના જવાબમાં માગ ઓછી છે. એટલે કે અંડર હીટિંગની સ્થિતિ છે. જેને કારણે ઈમ્પોર્ટ ઘટશે. અને તેનાથી દેશ સરપ્લસ હાંસલ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.