Western Times News

Gujarati News

આર્થિક સુસ્તી વચ્ચે ઓટો, રિયલ એસ્ટેટ માટે ટૂંકમાં જ પેકેજ જાહેર

નવીદિલ્હી : આર્થિક મંદી વધુ ઘેરી બની ગયા બાદ આને લઇને સરકાર તરફથી વધુ જાહેરાતો કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં વધુ કેટલાક પગલા જાહેર કરવામાં આવી શકે છે. અલબત્ત છેલ્લા ૧૦ દિવસની અંદર જ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ઉપાયો સંસ્થાઓ અને કંપનીઓ સાથે સંબંધિત છે. વિદેશી મૂડીરોકાણ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત ૧૦ સરકારી બેંકોને મર્જ કરવામાં આવી રહ્યા છે. આ ૧૦ સરકારી બેંકોને ચાર બેંકોમાં મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અર્થ શાસ્ત્રીઓ અંગત ઉપયોગ અને માંગમાં ભારે ઘટાડાને લઇને સાવધાની રાખી રહ્યા છે. કન્ઝ્યુમર સેન્ટીમેન્ટમાં સુધારા પર ભાર મુકી રહ્યા છે. કારણ કે, જ્યારે ઉપભોક્તાઓની મનોદશા નકારાત્મક રહે છે ત્યારે આ લોકો ઓછા ખર્ચ કરે છે. હવે સરકાર કેટલાક એવા પગલાની જાહેરાત કરી શકે છે જેના લીધે સામાન્ય લોકોના ખીસા ઉપર સીધી અસર થઇ શકે છે.

છેલ્લા સપ્તાહમાં જારી કરવામાં આવેલા જીડીપીના આંકડામાં પણ દર્શાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી ઉપયોગ પર ખર્ચ જે અર્થવ્યવસ્થામાં માંગને દર્શાવે છે તે માત્ર ૩.૪ ટકાની ગતિથી વધ્યો છે. ૧૭ ત્રિમાસિક ગાળામાં આ ગતિ સૌથી ધીમી ગતિ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન ગઇકાલે જ કહી ચુક્યા છે કે, સરકાર આગામી જીએસટીની બેઠકમાં ઓટો મોબાઇલ માટે જીએસટી કાપને લઇને પ્રસ્તાવ રજૂ કરશે. ઓછી માંગના પરિણામ સ્વરુપે મંદીનો સામનો કરી રહેલા ઓટો મોબાઇલ સેક્ટરને રાહત આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

તહેવારની સિઝનથી પહેલા ગાડીઓ સસ્તી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. રિયલ એસ્ટેટ માટે પણ આવા જ પેકેજની ચર્ચા ચાલી રહી છે. મંદીની અસર જીએસટી કલેક્શન ઉપર પણ દેખાઈ છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન જુલાઈ મહિનાની સરખામણીમાં ૧.૦૨ લાખ કરોડ રૂપિયા ઘટીને ૯૮૨૦૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સરકારે જીએસટી કલેક્શનના અંદાજને બજેટમાં ૭.૮ લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને ૬.૬૩ લાખ કરોડ કર્યો હતો. છ વર્ષમાં જીડીપીના સૌથી નિચલા સ્તર પર રહેવામાં આવ્યા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ગઇકાલે જ સરકારની નીતિઓને આના માટે જવાબદાર ગણાવીને સરકાર પર પ્રહાર કર્યા હતા. મનમોહનસિંહે કહ્યું હતું કે, સરકારની નીતિઓના લીધે આ આર્થિક મંદીની સ્થિતિ  સર્જાઈ છે.

તેમણે કહ્યું હતું કે, સ્થાનિક માંગ ઓછી છે. ઉપયોગ વૃદ્ધિ ૧૮ મહનાના નિચા સ્તર પર જીડીપી વિકાસ ૧૫ વર્ષના નીચા સ્તર પર છે. ટેક્સ રેવેન્યુમાં અંતર વધી રહ્યું છે. ટેક્સમાં ઉછાળો માયાજાળ તરીકે છે. કારણ કે, નાના-મોટા કારોબારી ટેક્સ આતંકવાદથી ગ્રસ્ત છે. રોકાણકારો નિરાશ દેખાઈ રહ્યા છે. આ તમામ સંકેતો અર્થતંત્રને નવી સપાટી ઉપર લાવનાર તરીકે નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.