આર્થીક મંદી છતાં 2019ના પ્રથમ ક્વાર્ટરમાં લેન્કસેસનો સ્થિર કારોબાર
- વેચાણ પાછલા વર્ષના 1.822 અબજ યૂરોના સ્તરે
- અપવાદરૂપ ચીજો પહેલા ઇબીઆઇટીડીએ EBITDA9 ટકા વધુ 275 મિલીયન યૂરોના સ્તરે
- અપવાદરૂપ ચીજો પહેલા ઇબીઆઇટીડીએ માર્જિન વધીને 15.1 ટકા
- ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 2.7 ટકા વધીને 84 મિલીયન યૂરો
- સ્ટોક બાય બેકઃ 10 મે 2019 સુધીમાં, વપરાયેલ 200 મિલીયન યૂરોમાંથી 176 મિલીયન યૂરો
- આખા વર્ષનું અનુમાન: અપવાદરૂપ ચીજો પહેલા ઇબીઆઇટીડીએ 1.000 અબજ યૂરોથી 1.050 અબજ યૂરોની વચ્ચે રહેવાની ધારણા
મુંબઇઃ સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપની લેન્ક્સેસે અર્થતંત્ર નબળુ પડવા છતાં પણ નવા નાણાંકીય વર્ષની મજબૂત શરૂઆત કરી છે. 2019ના પ્રથમ ક્વાર્ટર (ત્રિમાસિક ગાળો)માં અપવાદરૂપ ચીજે પહેલાનો ઇબીઆઇટીડીએ 1.9 ટકા વધીને 275 મિલીયન યૂરો થયો છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 270 મિલીયન યૂરોના સ્તરે હતો. આ સકારાત્મક વિકાસનું મુખ્ય કારણ ઊંચી વેચાણ કિંમત અને ખાસ કરીને અમેરિકન ડોલર કરફથી ફાયદાકારક વિનીમય દરની અસર હતી. ઇબીઆઇટીડીએ માર્જિન અપવાદરૂપ ચીજો પહેલા સુધરીને 15.1 ટકા થયો છે જે અગાઉના વર્ષે 14.9 ટકાના સ્તરે હતો.
“નબળુ ટ્રેડિંગ વાતાવરણ હોવા છતા અમે નવા નાણાંકીય વર્ષે સારી શરૂઆત કરી છે. અમારા પરિણામો વધુ એ વાતની સાબિતી આપે છે કે અમે થોડા વર્ષે પહેલા કરતા વધુ સ્થિર રીતે વિકાસ કરી રહ્યા છીએઃ અમે ઓટોમોટીવ ઉદ્યોગમાંથી ઘટી રહેલી માગમાંથી ઘણું પ્રાપ્ત કરી લીધુ છે અને ફરી એક વખત અમારી નફાકારકતામાં અગાઉના મજબૂત ક્વાર્ટરની તુલનામાં પણ વધારો કર્યો છે” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મેથીયાસ આચર્ટે જણાવ્યું હતું.
ગ્રુપનું 2019ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ અગાઉના સ્તર જેટલું જ 1.822 અબજ યૂરો રહ્યું છે. જ્યેર ચોખ્ખી આવક પાછલા વર્ષના 81 મિલીયન યૂરોથી 3.7 ટકા વધીને 84 મિલીયન યૂરો થઇ છે. શેરદીઠ કમાણી પણ વધુ મજબૂત છે જે 4.5 ટકા વધીને 0.89 યૂરોની સામે 0.93 યૂરો થઇ છે, જે ઓછા બાકી રહેલા સરેરાશ શેરને કારણે છે. 2019ના પ્રથમ ત્રણ મહિનાઓમાં લેન્ક્સેસે પોતાના 111 મિલીયન યૂરોના શેર્સની ખરીદી કરી હતી. 10 મે સુધીમાં વધુ 65 મિલીયન યૂરોની શેરોની ખરીદી કરવામાં આવી હતી. કુલ થઇને કંપનીએ શેર બાયબેકમાં 200 યૂરોના શેરની ખરીદી કરી છે, શેર બાયબેકનો કાર્યક્રમ 31 ડીસેમ્બર 2019માં પૂરો થનાર છે.
2019ના આખા વર્ષમાં લેન્ક્સેસ અપવાદરૂપ ચીજો પહેલા ઇબીઆઇટીડીએ 1.000 અબજથી 1.050 અબજ યૂરોની વચ્ચે રહેવાની સંભાવના સેવે છે. પાછલા વર્ષે સ્પેસિયાલીટી કેમિકલ્સે 1.016 અબજ યૂરોની કમાણી પેદા કરી હતી. ચારમાંથી ત્રણ સેગમેન્ટે તેમના ઓપરેટિંગ પરિણામોમાં સુધારો થયો
કૃષિ બજારમાં હાલમાં આગળ આગળ ધપી રહેલી મંદી હોવા છતા એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ સેગમેન્ટે નવા વર્ષનો મજબૂત પ્રારંભ કર્યો છે. વેચાણ અને અપવાદરૂપ ચીજો પહેલાના ઇબીઆટીડીએની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો હાંસલ કર્યા છે. વેચાણ પાછલા વર્ષે 565 મિલીયન યૂરોની તુલનામાં 3.7 ટકા વધીને 586 મિલીયન યૂરોનું થયું છે. અપવાદરૂપ ચીજો પહેલા ઇબીઆટીડીએ નોંધપાત્ર 11.8 ટકાના દરે વધીને 102 મિલીયન યૂરોની સામે 114 મિલીયન યૂરો થયું છે. અપવાદરૂપ ચીજો પહેલાંનો ઇબીઆઇટીડીએ માર્જન 18.1 ટકાથી વધીને 19.5 ટકાનો થયો છે.
સ્પેસિયાલીટી એડીટ્વ્સ સેગમેન્ટમાં વેચાણ વોલ્યોમોમા માર્જિન-ડીલ્યુટીવ ટોલ મેન્યુફેક્ચટરીંગ કોન્ટ્રાક્ટ પૂરા થવાને કારણે અને સાઇટ છોડી દેવાના કારણે તેમજ નબળા ઓટોમોટીવ ઉદ્યોગને કારણે ઘટાડો થયો હતો. 2019ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ પાછલા વર્ષના 500 મિલીયન યૂરો સામે 3.0 ટકા ઘટીને 485 મિલીયન યૂરો થયું છે. અપવાદરૂપ ચીજો પહેલાના ઇબીઆઇટીડીએ, સકારાત્મક કિમત અને વિનીયમ દરની અસર તેમજ મેઇડ અપ કરતા વધુ ખર્ચ એકરૂપતાની દ્રષ્ટિએ વેચાણમાં ઘટાડો થયો હતો. ફોસ્ફરસ કેમિકલ્સ બિઝનેસ જે 2018ના પ્રથમ ક્વાર્ટરમાં સોલવાય પાસેથી ખરીદ્યો હતો તેણે સકારાત્મક કમાણીનું યોગદાન આપ્યું હતું. કમાણીમાં 2.5 ટકાનો વધારો થતા 81 મિલીયન યૂરોથી વધીને 83 મિલીયન યૂરોની થઇ છે. અપવાદરૂપ ચીજો પહેલા ઇબીઆઇટીડીએ માર્જિન 17.1 ટકા હતો જે અગાઉના વર્ષના 16.2 ટકા કરતા વધુ હતો.
પર્ફોમન્સ કેમિકલ્સ સેગમેન્ટમાં વેચાણ અને કમાણીમાં સુધારો થયો હતો. વોટર ટ્રીટમેન્ટ અને મટીરિયલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ તેમજ સકારાત્મક વિનીમય દરો સાથે બિઝનેસ યુનિટની ઓપરેટિંગ મજબૂતાઇ લેધર બિઝનેસ યુનિટમાં નબળા ક્રોમ ઓરે બિઝનેસના મેઇડ અપ કરતા વધુ હતી. 2019ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ 3.3 ટકા વધીને 336 મિલીયન યૂરો સામે 347 મિલીયન યૂરો થયું હતું. અપવાદરૂપ ચીજે પહેલાનો ઇબીઆઇટીડીએ 3.8 ટકા વધીને પાછલા ક્વાર્ટરના 52 મિલીયન યૂરો સામે 54 મિલીયન યૂરો થયો હતો. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વ્રષના 15.5. ટકા સામે સહેજ વધીને 15.6 ટકા થયો છે.
એન્જિનીયરીંગ મટીરિયલ્સ સેગમેન્ટમાં વેચાણ અને કમાણી પર ઓટોમોટીવ ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી નબળાઇ બોજારૂપ રહી હતી. કિંમત અને વિનીમય દરોમાં થયેલો લાભરૂપી વિકાસ તેને સરભર કરી શક્યો ન હતો. 2019ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ 2.6 ટકા ઘટીને 392 મિલીયન યૂરો સામે 382 મિલીયન યૂરો થયુ હતું. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ 65 મિલીયન યૂરો થયો છે, જે પાછલા વર્ષના 73 મિલીયન યૂરોની સામે 11.0 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઇબીઆઇટીડીએ માર્જિન પણ 18.6 ટકાથી ઘટીને 17.0 ટકા થયો છે.
આગામી સમયના નિવેદનો
કંપનીની આ અખબાર યાદીમાં ચોક્કસ આગામી સમયના અનુમાનો, મંતવ્યો, આશાઓ અને કંપનીના મંતવ્યો અથવા થર્ડ પાર્ટી દ્વારા ટાંકવામાં આવેલા મંતવ્યો સહિતના નિવેદનોનો સમાવેશ થાય છે. વિવિધ જાણીતા અને અજાણ્યા જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળો ખરેખર પરિણામો, નાણાંકીય સથિતિ, વિકાસ અથવા લેન્ક્સેસ એજીના પર્ફોમન્સ પર કારણભૂત બની શકે છે જેના કારણે અહીં વ્યક્ત કરાયેલ બાકાતો અને ગર્ભિત અર્થવાળા અંદાજોથી ખરેખર અલગ પડી શકે છે. લેન્ક્સેસ એજી એ વાતની કોઇ બાંયધરી નથી આપતી કે અહીં દર્શાવવામાં આવેલા બાંયધરીઓ, આગામી નિવેદનો ક્ષતિથી પર છે
અથવા અહીં રજૂ કરેલ મંતવ્યોની ભવિષ્યમાં ખરાઇ અથવા તો આગાહી કરેલ ઘટનાક્રમ ખરેખર ઘટશે તેની કોઇ જવાબદારી સ્વીકારતી નથી. કોઇ પણ રજૂઆત કે બાંયધરી (વ્યક્ત કરાયેલ કે ગર્ભિત) આપવામાં આવી નથી અને અહીં અપાયેલ કોઇ માહિતી, અંદાજો, ટાર્ગેટ્સ અને મંતવ્યો પર કોઇ આધાર રાખી શકાય નહી અને કોઇ પણ ક્ષતિ, બાદબાકી અથવા ખોટા નિવેદનો સામે કોઇ જવાબદારી સ્વીકારતી નથી અને તે અનુસાર લેન્ક્સેસનો કોઇપણ પ્રતિનિધિ કે તેની સંલગ્ન કંપની અથવા આવી કોઇ વ્યક્તિ કે અધિકારી, ડિરેક્ટર્સ અથવા કર્મચારી આ દસ્તાવેજના સીધા કે આડકતરા ઉપયોગથી ઊભી થતી જવાબદારી સ્વીકારતા નથી.