‘આર્મીને ૨૦૦ બોક્સ પાણીની જરૂર છે’ કહી ગઠીયાએ વેપારીનાં 92000 Rs. પડાવ્યા
રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા
અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે અને સભ્ય ભાષામાં વાત કરીને શિક્ષિત નાગરીકોને તે પોતાની નકલી ઓળખ આપી છેતરપીંડી કરે છે આવા અનેક કિસ્સા બહાર આવતા પોલીસ દ્વારા આ રીતે ટ્રાન્ઝેકશન ન કરવાની જાહેરાત વારંવાર કરવામાં આવે છે તેમ છતા મોટે ભાગે શિક્ષિત નાગરીકો જ ગઠીયાઓની લાલચમાં ભરાઈને ઠગાઈનો ભોગ બને છે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
જેમા આર્મીની ઓળખ આપી વેપારી પાસેથી પાણીનાં બોક્સ ખરીદ બહાને રૂપિયા બાણુહજાર પડાવી લેવામા આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ રોડ નજીક આવેલી સોસાયટીમાં રહેતા શિરોષભાઈ બહેરામભાઈ મહેતા મિનરલ વોટરની ફેક્ટરી ધરાવે છે એપ્રિલ મહીનામાં તેમને અજાણ્યા શખ્શે ફોન કરી ગાંધીનગર આર્મી કેમ્પમાંથી બોલતા હોવાનુ કહ્યુ હતુ તથા પાણીનાં ૨૦૦ બોક્સ આર્મી માટે ખરીદવાની ઓફર આપી હતી બાદમાં તેના સિનિયર તરીકે રાજીવ નામના શખ્શે પણ શિરોષભાઈને ઓળખાણ આપી પાણી ખરીદી માટે કહ્યુ હતુ.
જે અંગેના થતા ત્રીસ હજાર રૂપિયા પણ રીફંડ કરવાની વાત કરી હતી વેપારીને વિશ્વાસ આવે એ માટે તેણે પોતાનું આઈકાર્ડ ફરી મોકલી આપ્યુ હતુ બાદમા રાજીવ નામના શખ્શે રીફંડ લેવા માટે પોતે પાંચ રૂપિયા યુપીઆઈમાં લઈ વેપારીને ૧૦ રૂપિયા મલ્યા હતા આ રીતે યુપીઆઈ પેટીએમ વગેરે કરીને વાતોમા ફસાઈ વેપારી શિરીષભાઈ પાસેથી કુલ રૂપિયા ૯૨ હજાર પડાવી લીધા હતા છેવટે શિરીષભાઈને શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.