Western Times News

Gujarati News

આર્મી ઓફિસરની ભૂમિકા અદા કરી હાલ સિદ્ધાર્થ ખુશ

મુંબઇ, વિક્રમ બત્રાની બાયોપિક ફિલ્મ કરીને સિદ્ધાર્થ મલહોત્રા ભારે ખુશ છે. તે આ રોલ કર્યા બાદ ગૌરવ અનુભવ કરી રહ્યો છે. કારગિલ યુદ્ધના હિરો વિક્રમ બત્રાની બાયોપિક ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મને લઇને તમામ લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે.ફિલ્મનુ શુટિંગ ચંદીગઢમાં કરવામાં આવનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સૌથી પહેલા ચંદીગઢમાં શુટિંગ ચાલી રહ્યુ છે. અહીંની ડીએવી કોલેજમાં શુટિંગ કરવામાં આવ્યા બાદ અન્યત્ર શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં વિક્રમ બત્રાએ અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ તે પાલમપુર જશે જ્યાં કેપ્ટન તેમના પરિવારના સભ્યો સાથે રહેતા હતા. પાકિસ્તાની આર્મીના પકડી પાડવામાં આવેલા મેસેજમાં તેને કારગીલ શેર શાહ નામ આપવામાં આવ્યુ હતુ. યુદ્ધના એક હિસ્સાનુ શુટિંગ કાશ્મીર અને લેહ ખાતે કરવામાં આવનાર છે. આ જગ્યાએ વર્ષના અંત સુધી શુટિંગ કરાશે. જ્યાં લુક તેના બદલાઇ જશે. સિદ્ધાર્થ ફિલ્મમાં તેના જાડકા ભાઇની પણ ભૂમિકા અદા કરી રહ્યો છે. વિશાલની ભૂમિકામાં પણ તે પોતે જ રહેનાર છે. પ્રથમ વખત નિર્દેશક તરીકે મેદાનમાં ઉતરી રહેલા વિષ્ણુ વર્ધને કહ્યુ છે કે તે રેકી કરી ચુક્યા છે. સાથે સાથે તમામ જરૂરી પરવાનગી મેળવી ચુક્યા છે. સિદ્ધાર્થ મલહોત્રા રિયલ આર્મી જવાનની જેમ ટ્રેનિંગ લઇ રહ્યો છે.

નિખિલ અડવાણીની ફિલ્મ મનજાવા બાદ તે આ ફિલ્મમાં હવે વ્યસ્ત છે. સિદ્ધાર્થ આફિલ્મ સાથે વ્યસ્ત થનાર છે. વિક્રમ બત્રાની ગર્લ ફ્રેન્ડની ભૂમિકા અદા કોણ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. વિક્રમની ગર્લ ફ્રેન્ડ ડિમ્પલ ચીમા છે. સિદ્ધાર્થ મલહોત્રાને બોલિવુડમાં યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર તરીકે ગણવામાં આવે છે તેની કેરિયરની શરૂઆત પણ જારદાર રીતે થઇ હતી. પ્રથમ જ ફિલ્મમાં તેની નોંધ લેવામાં આવી હતી.

ધર્મા પ્રોડક્શન દ્વારા સહ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. કેપ્ટન વિક્રમ બત્રા કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને પરમવીર ચક્ર એનામત કરવામાં આવ્યુ હતુ. જે ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન તરીકે છે.સિદ્ધાર્થ મલહોત્રા ફિલ્મને લઇને ભારે ખુશ છે. તે આર્મી જવાન અને ઓફિસરની ભૂમિકા અદા કરવા માટે ગર્વ અનુભવ કરી રહ્યો છે.

વિક્રમ બત્રા જેવા ઓફિસરની ભૂમિકા મળ્યા બાદ તે ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. સિદ્ધાર્થ મલહોત્રા પાસે અનેક ફિલ્મો હાથમાં આવી રહી છે. જા તે તે સફળ સાબિત થઇ રહ્યો નથી. તેની કોઇ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી રહી નથી. હાલમાં સેના પર બનેલી ફિલ્મ ઉરી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. જેંમાં વિકી કોશલે આર્મી ઓફિસરની યાદગાર ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમે પણ શાનદાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મના કલાકારોની એક્ટિંગ કુશળતાની કેન્દ્ર સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી રહી છે. વિક્રમ બત્રા ભારતીય સેનાના ઓફિસર તરીકે અમર બની ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.