આર્યને દર શુક્રવારે NCB ઓફિસ પર હાજર થવું પડશે

મુંબઈ, મુંબઈ ક્રૂઝ જહાજ ડ્રગ્સ કેસમાં સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને જામીન મળ્યા બાદ શુક્રવારે જામીન ઓર્ડર પણ જારી કરી દીધા છે. તે આજે જેલમાંથી બહાર પણ આવી શકે છે.
આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓના બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યન ખાને કેટલીક શરત પણ માનવી પડશે. એક એ છે કે તે દેશમાંથી બહાર જઈ શકશે નહીં. જાે તે દેશમાંથી બહાર જવા ઈચ્છે તો આ માટે કોર્ટની પરવાનગી લેવી પડશે.
બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન માટે બપોરે પાંચ પાનાના જામીન ઓર્ડર જારી કર્યા. જાેકે તેણે એક લાખની જામીન રકમ ભરવી પડશે. કોર્ટની શરત અનુસાર આર્યનને દરેક શુક્રવારે એનસીબી ઓફિસ જવુ પડશે. તેઓ કોર્ટની કાર્યવાહીને લઈને કોઈ નિવેદનબાજી પણ કરી શકશે નહીં.
આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાને ગુરૂવારે હાઈકોર્ટે લાંબી સુનાવણી બાદ જામીન આપ્યા હતા. ત્રણ દિવસ સુધી હાઈકોર્ટમાં આર્યનની જામીન અરજી પર સુનાવણી ચાલી હતી. તપાસ એજન્સી એનસીબીએ પૂરી તાકાત લગાવી દીધી હતી, જેથી આરોપીઓને જામીન મળી શકે નહીં, પરંતુ શાહરુખ ખાને પણ કેટલાક વરિષ્ઠ વકીલોની ફોજ કોર્ટમાં ઉભી કરી દીધી. આર્યનના વકીલોમાં મુકુલ રોહતગી, સતીશ માનશિંદે નામક વરિષ્ઠ વકીલ સામેલ હતા.
આર્યનને જામીન મળ્યા બાદ શાહરુખ ખાનના ઘર મન્નતની બહાર દિવાળી જેવો માહોલ બની ગયો હતો. સુપરસ્ટારના ફેન્સને જેવી જ આર્યનના જામીન મળવાની જાણકારી મળી, તાત્કાલિક જ મોટી સંખ્યામાં મન્નતની બહાર પહોંચી ગયા હતા. જે બાદ પોસ્ટર્સ, ફટાકડા વગેરે દ્વારા પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.
બે ઓક્ટોબરે એનસીબીએ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ જહાજ પર દરોડા પાડ્યા હતા. રેવ પાર્ટી પર પડેલી રેડમાં આર્યન ખાન સહિત કેટલાક અન્ય લોકોને પકડવામાં આવ્યા હતા. જે બાદ સૌની ધરપકડ કરવામાં આવી હતી.SSS