આર્યન કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલનું મોત
નવી દિલ્હી, આર્યન ખાન કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાક્ષી પ્રભાકર સાઈલનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ પ્રભાકર સાઈલનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.
પ્રભાકર સેઇલ ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવ્યા હતા અને NCBના તત્કાલિન મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કિરણ પી ગોસાવી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે અને પ્રભાકર રાઘોજી સાઈલ તેમના અંગરક્ષક હતા.
પ્રભાકરે ક્રુઝ ડ્રગ્સ કેસમાં એફિડેવિટ દાખલ કરીને દ્ગઝ્રમ્ના તત્કાલિન અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આરોપોનો આધાર કેપી ગોસાવી અને સામ ડિસોઝા નામની વ્યક્તિ વચ્ચેની ફોન વાતચીતના આધારે આપ્યો હતો. પ્રભાકરના કહેવા પ્રમાણે, તેણે ડિસોઝા અને ગોસાવી વચ્ચેની વાતચીત સાંભળી હતી.
કેપી ગોસાવી સેમ ડિસોઝાને કહી રહ્યા હતા, “૨૫ કરોડનો બોમ્બ મૂકો, ૧૮ કરોડમાં ડીલ ફાઇનલ કરો. તેમાંથી ૮ કરોડ સમીર વાનખેડેને આપવાના છે.
અગાઉ ૧ એપ્રિલના રોજ, મુંબઈની વિશેષ અદાલતે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સંડોવતા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને વધારાના ૬૦ દિવસનો સમય આપ્યો હતો. NCBએ કોર્ટમાં અરજી દાખલ કરીને ચાર્જશીટ દાખલ કરવા માટે ૯૦ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. અરજીમાં એનસીબીએ દાવો કર્યો હતો કે આ મામલાની તપાસ હજુ ચાલી રહી છે.
તેથી તેને ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમયની જરૂર છે. ન્યાયાધીશ વી.વી. પાટીલે કેસની બંને બાજુ સાંભળ્યા બાદ NCBને ૯૦ દિવસની જગ્યાએ ૬૦ દિવસનો વધારાનો સમય આપ્યો હતો. નિયમો અનુસાર, NCBએ ૧૮૦ દિવસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવી જાેઈએ. આ સમયમર્યાદા ૨ એપ્રિલે પૂરી થઈ રહી હતી.
આ કેસમાં NCBએ આર્યન ખાન સહિત ૨૦ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ૨ આરોપીઓ સિવાય આર્યન ખાન સહિત અન્ય ૧૮ને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.SSS