આર્યન ખાનના કારનામાથી શાહરૂખની બ્રાન્ડ વેલ્યુને ફટકો પડે તેવી શક્યતાઓ
મુંબઇ, બોલિવુડ સ્ટાર કિંગ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ પછી શાહરૂખ ખાનને સૌથી મોટું નુકસાન તેના એન્ડોર્સમેન્ટ પર થાય તેવી શક્યતા છે. સોશિયલ મીડિયા પર લોકો શાહરૂખ ખાને એ બ્રાન્ડસને પણ ટ્રોલ કરી રહ્યા છે, જેના એન્ડોર્સમેન્ટ કિંગ ખાન કરી રહ્યા છે. ફેન્સના સંતાનોને કઇ રીતે શાહરૂખ પ્રેરણા આપશે તેવા આકરા પ્રશ્રો પુછાઇ રહ્યા છે.
હાલ શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ ૩૭૮ કરોડ રૂપિયાની છે. આર્યનના ડ્રગ કેસમાં ફસાઇ ગયા પછી કિંગ ખાનને એમાંથી નુકસાન થાય તેવી પુરી શક્યતા હોવાનું માર્કેટ નિષ્ણાતોનું માનવું છે. શાહરૂખ હાલ ૪૦ બ્રાન્ડ સાથે કામ કરી રહ્યો છે,જેમાં એજ્યુકેશનલ સ્ટાટ્રઅપ પણ છે.
મલ્ટીનેશનલ ફાઇનેશિયલ કન્સલટન્સી ફર્મના અનુસાર ૨૦૨૧ના ફેબ્રુઆરીના રિપોર્ટ પ્રમાણે શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ રૂપિયા ૩૭૮ કરોડ છે.
૨૦૨૦માં તે વિરાટ કોહલી, અક્ષય કુમાર અને રણવીર સિંહ પછી બ્રાન્ડ વેલ્યુમાં ચોથા ક્રમાંકે આવે છે. સાલ ૨૦૧૯માં તેનું પાંચમું સ્થાન છે.ફોર્બસ લિસ્ટના અનુસાર, વિશ્વની કમાણીના હિસાબે ટોચના એકટરની યાદીમાં ભારતમાંથી શાહરૂખ અને અમિતાભ બચ્ચનના નામ સામેલ છે. શાહરૂખ ખાનની નેટવર્થ રૂપિયા ૫૧૧૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.HS