Western Times News

Gujarati News

આર્યન બૉડીગાર્ડ માટે એક ડઝનથી વધુ અરજીઓ મળી

મુંબઈ, બોલિવૂડનો કિંગ શાહરુખ ખાન નવા બૉડીગાર્ડની શોધમાં છે. કારણકે, શાહરુખનો બૉડીગાર્ડ રવિ સિંહ હવે આર્યન ખાન સાથે જાેવા મળી શકે છે. થોડા દિવસ પહેલા એવું પણ જાણવા મળ્યું હતું કે શાહરુખ અને ગૌરી તેમના દીકરા આર્યન ખાન માટે એક બૉડીગાર્ડ શોધી રહ્યા છે.

આ વાત બહાર આવતા જ મુંબઈની ઘણી સિક્યોરિટી કંપનીઓએ બૉડીગાર્ડ તરીકેની નોકરીમાં રુચિ દર્શાવી હતી. ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૂત્રએ જણાવ્યું કે લગભગ એક ડઝન જેટલી સિક્યોરિટી ફર્મ્સ અને પ્રાઈવેટ બૉડીગાર્ડ્‌સે આ જાેબ માટેની અરજી શાહરુખની કંપની રેડ ચિલીઝની ઓફિસે મોકલી આપી હતી.

સૂત્રના જણાવ્યા મુજબ, જ્યારે એવા સમાચાર બહાર આવ્યા હતા કે શાહરુખ ખાન તેના દીકરા આર્યન માટે નવો બૉડીગાર્ડ શોધી રહ્યો છે ત્યારે મુંબઈની ઘણી મોટી સિક્યોરિટી કંપનીઓએ આ તક ઝડપી લેવાનું વિચાર્યું હતું. સેલેબ્સ અને નાઈટક્લબ્સની સિક્યોરિટીનો વર્ષોનો અનુભવ ધરાવતા લોકોએ પણ પોતાના વિશેની માહિતી રેડ ચિલીઝની ઓફિસ મોકલી આપી હતી.

પરંતુ, સૂત્રએ એવું નથી જણાવ્યું કે નવો બોડીગાર્ડ શાહરુખ માટે હશે કે પછી આર્યન ખાન માટે? અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે શાહરુખ ખાન દીકરા આર્યન માટેના એવા બોડીગાર્ડની શોધમાં છે કે જેના પર તે વિશ્વાસ કરી શકે.

જેમ કે બોડીગાર્ડ રવિ સિંહ છેલ્લા ઘણાં સમયથી શાહરુખ સાથે છે અને તેના પરિવારના એક ભાગ સમાન છે! સૂત્રના જણાવ્યા મુજબ, શાહરુખને પણ હવે આવો જ બોડીગાર્ડ જાેઈએ છે જે કામ પ્રત્યે સમર્પિત હોય.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરા આર્યનનો આજે (૧૨ નવેમ્બર) ૨૪મો જન્મદિવસ છે. મહત્વનું છે કે, ૩ ઓક્ટોબરના રોજ કથિત ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૨૮ ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન મંજૂર કર્યા હતા અને ૩૦ ઓક્ટોબરે તે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે, દર વર્ષે આર્યનના બર્થ ડે પર શાહરૂખ ખાન ગ્રાન્ડ સેલિબ્રેશન કરે છે, જેમાં મોંઘી ગિફ્ટથી માંડીને ઈન્ટરનેશનલ ટ્રીપ તેમજ યુનિવર્સિટી ફ્રેન્ડ્‌સ સાથે સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટી સામેલ છે. જાેકે, આ વખતે માત્ર પરિવાર સાથે આર્યનનો બર્થ ડે ઉજવાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.