Western Times News

Gujarati News

આર્યન માટે ટિફિન સહિત વસ્તુઓ આપવા ન દેવાઈ

મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાહરૂખ ખાનનો સ્ટાફ આર્યન માટે ખાવાપીવાની કેટલીક વસ્તુઓ અને જરૂરી સામાન લઈને આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે જેલમાં મોકલાયેલા આર્યન ખાનને શનિવારે સવારે ૬ વાગ્યે ઉઠાડી દેવામાં આવ્યો હતો. જેલમાં બધા જ કેદીઓને ૬ વાગ્યે ઉઠાડવામાં આવે છે. નાસ્તામાં અન્ય કેદીઓની જેમ આર્યનને પણ પૌંઆ પીરસાયા હતા. ત્યારે હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં શાહરૂખ ખાનના સ્ટાફના સભ્યો કેટલોક સામાન લઈને જેલની તરફ જતાં જાેવા મળે છે. કહેવાઈ રહ્યું છે કે, તેઓ આર્યન માટે અમુક જરૂરી સામાન અને ટિફિન લઈને ગયા હતા. જાેકે, તેમને અંદર જવાની પરવાનગી નહોતી મળી.

આર્યનને જેલમાં કોઈ વિશેષ સુવિધા આપવામાં નથી આવી રહી. અન્ય કેદીઓની જેમ તેને પણ જેલના નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. શાહરૂખના સ્ટાફને અંદર ન જવા દેવાયો ત્યારે આર્યને બપોરનું ભોજન પણ અન્ય કેદીઓને પીરસાયું તે જ લીધું હતું.

આ પહેલીવાર નથી જ્યારે જેલના સ્ટાફે આર્યન ખાન માટે અંદર કોઈ સામાન લઈ જવા દેવાની ના પાડી હોય. અગાઉ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ આમ કરી ચૂકી છે. ૩ ઓક્ટોબરે આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં હતો ત્યારે અહેવાલ હતા કે, આર્યન માટે ગૌરીએ બર્ગર મોકલાવ્યા હતા. પરંતુ સુરક્ષાના કારણોસર તે અંદર નહોતા લઈ જવા દેવાયા.

આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં હતો ત્યારે અન્ય આરોપીઓ સાથે પુરી-શાક, દાળ-ભાત ખાધા હતા. આ જમવાનું રોડ પર આવેલી એક હોટેલમાંથી મગાવાયું હતું. રિપોર્ટ્‌સનું માનીએ તો, દાળ-ભાતની સાથે બિરયાની પણ આપવામાં આવી હતી, જે નજીકની એક રેસ્ટોરાંમાંથી મગાવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ૨ ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ સહિત ૬ લોકોની કોર્ડેલિયા ક્રૂઝ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

કથિત રીતે આ ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલતી હતી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અહીં દરોડા પાડીને આ લોકોને પકડ્યા હતા. હાલ આર્યન સહિતના આરોપીઓ ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. મેજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે તેમની જામીન અરજી ફગાવી હતી. હવે જામીન મેળવવા માટે આર્યનના વકીલ સેશન્સ કોર્ટમાં અરજી કરશે. જાેકે, સેશન્સ કોર્ટ શનિ-રવિ બંધ રહેતી હોવાથી અરજી સોમવારે થઈ શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.