આર્યન મોટાભાગનો સમય રૂમમાં જ પસાર કરે છે!
મુંબઈ, બોલિવૂડના કિંગ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ લગભગ ૧ મહિના સુધી જેલમાં રહી આવ્યો છે. આર્યન ખાનનો જેલનો અનુભવ પણ ખૂબ ચોંકાવનારો રહ્યો છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આ અનુભવમાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શાહરુખ ખાનના પરિવારના નજીકના લોકોના જણાવ્યા મુજબ, જેલમાંથી મુક્ત થઈને ઘરે આવ્યા પછી આર્યન ખાન હજુ ‘આઘાત’માં છે. જેલમાંથી ઘરે આવ્યા પછી આર્યન ખાન એકલો રહેવા લાગ્યો છે. તે ખોવાયેલો રહે છે.
આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, આર્યન ખાન કોઈની સાથે વધારે વાત નથી કરતો અને એકલો રહે છે. તે મોટાભાગનો સમય પોતાના રૂમમાં જ રહે છે અને બહાર જઈને મિત્રોને મળવામાં પણ તેને કોઈ રુચિ નથી. સૂત્રએ એવું પણ જણાવ્યું છે કે આર્યન ખાન પહેલા ખૂબ શાંત સ્વભાવનો હતો પણ જેલમાંથી મુક્ત થઈને ઘરે આવ્યા પછી એકદમ ચૂપ રહેવા લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આર્યન ખાને ૩ ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી અને ૨૮ ઓક્ટોબરે તેને જામીન મળ્યા હતા. જાે કે, ૩૦ ઓક્ટોબરે તે જેલમાંથી બહાર આવ્યો હતો. આ દરમિયાન, શાહરૂખે એક પણ સ્ટેટમેન્ટ જાહેર કર્યું નહોતું તેમજ સોશિયલ મીડિયા પરથી પણ દૂર રહ્યો હતો.
તેણે જાહેરમાં દેખાવાનું ટાળ્યું હતું. શાહરૂખે પોતાનો બર્થ ડે પણ અલીબાગમા મનાવ્યો હતો. શુક્રવારે આર્યન ખાન જામીનની શરત મુજબ એનસીબીની ઓફિસમાં હાજર થયો હતો. આ સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પણ હતા.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરૂખ ખાન હવે ‘પઠાણ’માં જાેવા મળશે. બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આર્યન ખાન માટે આગળનો માર્ગ શું હોઈ શકે તેના વિશે અમિત દેસાઈએ અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાતચીત કરી હતી.
‘હવે તાત્કાલિક કંઈ થશે નહીં. કાયદાકીય પ્રક્રિયા પોતાનું કામ કરશે. આર્યન ઘરે છે અને આરામ કરી રહ્યો હશે તેવી શક્યતા છે. જામીનની શરતોની શું આર્યન ખાનના જીવન પર અસર પડશે? તેમ પૂછતાં અમિત દેસાઈએ કહ્યું હતું કે ‘તેનું જીવન માત્ર એ હકીકત સાથે બદલાઈ જાય છે કે, આર્યને દર શુક્રવારે સવારે ૧૧થી બપોરે ૨ની વચ્ચે એનસીબીની ઓફિસ જવું પડશે અને હાજરી નોંધાવી પડશે’.SSS