આર અશ્વિને કેલિસ જેવા દિગ્ગજોને પાછળ પાડી દીધા
ચેન્નાઇ: ઇગ્લેન્ડની વિરૂધ્ધ ચેન્નાઇમાં રમાઇ રહેલ બીજી ટેટ મેચમાં રવિચંદ્રશન અશ્વિને ઇતિહાસ રચી દીધો છે તેણે પહેલી ઇનિગ્સમાં બોલીગ કરી પાંચ વિકેટ લીધા બાદ બીજી ઇનિગ્સમાં બેટીંગ દ્વારા સદી ફટકારી છે. ૩૪ વર્ષીય અશ્વિનની ટેસ્ટ કેરિયરમાં આ પાંચમી સદી હતી
પરંતુ તેણે એક ઇનિગ્સમાં પાંચ વિકેટ અને સદી લગાવવાની કમાલ ત્રીજીવાર કરી છે આ સાથે જ તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જૈકસ કેલિસ કેરેબિયાઇ દિગ્ગજ ગૈરી સોબર્સ બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને મુશ્તાક મોહમ્મદને પાછળ પાડી દીધા છે આ તમામે આ કામ બે બે વાર કર્યા હતાં
એ યાદ રહે કે અશ્વિને સૌથી પહેલા વર્ષ ૨૦૧૧માં મુંબઇમાં વેસ્ટ ઇન્ડિઝની વિરૂધ્ધ એક ટેસ્ટમાં પાંચ વિકેટની સાથે સદી ફટકારી હતી તેણે ત્યારે ૧૦૬ રન આપી પાંચ વિકેટ લીધી હતી અનેે ૧૦૩ રન પણ બનાવ્યા હતાં ત્યારબાદ તેણે ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડિઝની વિરૂધધ ૮૩ રન આપી સાત વિકેટ લીધી હતી અને ૧૧૩ રન કર્યા હતાં.
એ યાદ રહે કે અશ્વિને ૪૦ ટેસ્ટ અને ૫૪ મહીના બાદ ટેસ્ટમાં પોતાની પાંચમી સદી ફટકારી છે આ પહેલા તેણે ઓગષ્ટ ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડિઝની વિરૂધ્ધ સેંટ લુસિયામાં ૧૧૮ રન કર્યા હતાં જયારે ઘરમાં ગત સદી નવેમ્બર ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ કોલકતાના ઇડન ગાર્ડનમાં ફટકારી હતી ત્યારે ૧૨૪ રન કર્યા હતાં.સદી પુરી કરતા પહેલા ઇગ્લીશ ટીમે અશ્વિનને બે તક આપી હતી પહેલી ઇનિગ્સમાં તેણે પાંચ વિકેટ લીધી હતી