આર.એચ. કાપડિયાના ફી કરતાં વધુના ઉઘરાણાં ફી નિર્ધારણ સમિતિએ નોટિસ ફટકારી
અમદાવાદ, શહેરમાં પણ સેટેલાઈટ અને થલતેજ વિસ્તારમાં આવેલી આર એચ કાપડિયા સ્કૂલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી)એ આ સ્કૂલને નોટિસ ફટકારી ૭ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.
અમદાવાદ જિલ્લા વાલી મંડળે આર એચ કાપડિયા સ્કૂલ એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સેટેલાઈટની આર એચ કાપડિયા સ્કૂલે વાલીઓ પાસે અલગ-અલગ હેડ નીચે ધો.૧ની ફી રૂ.૬૮ હજાર ઉઘરાવી લીધા છે,
પરંતુ એફઆરસી દ્વારા આ સ્કૂલની ફી ૩૦ હજાર મંજૂર કરી હતી. આમ રૂ.૩૮ હજાર મંજૂર કરી હતી. આમ રૂા.૩૮ હજાર ફી પેટે ગેરકાયદે ઉઘરાવ્યા હતા. એવી જ રીતે થલતેજની આર એચ કાપડિયા સ્કૂલે પણ વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ૧૩,૫૦૦ રૂપિયા ફી પેટે લીધા છે.
જેમાં સ્કૂલે વાલીઓ પાસે ધો.૧માં અલગ-અલગ હેડ હેઠવ ૩૦ હજાર રૂપયા ફી લીધી છે, પરંતુ એફઆરસીએ આ સ્કૂલની ફી માત્ર ૧૬,૫૦૦ જ મંજૂર કરી હતી. આ અંગે સ્કૂલના સંચાલક રૂપક કાપડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને હજુ કોઈ નોટિસ મળી નથી અને અમે મંજૂર કરી છે તેટલી જ ફી વસૂલી છે.