આર.જે. તન્ના પ્રેરણા મંદિરમાં વિશવ પર્યાવરણ દિનની ઉજવણી
(પ્રતિનિધિ) ભિલોડા 05062019: ભિલોડાની આ.જે. તન્ના પ્રેરણા મંદિરમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી. વેકેશનનો સમય હોવા છતાં એન.એસ.એસ.માં જાડાયેલા તમામ સ્વયંસેવકો ભાઈ-બહેનો શાળામાં હાજર રહ્યા હતા.
આગામી સમયમાં શાળા કેમ્પસમાં તેમજ પોતાના ગામમાં વક્ષારોપણ માટેનું આયોજન કર્યું હતું એન.એસ.એસ. ઓફિસરે તમામ સ્વયંસેવકોને પાણીનો, વીજળીનો, પેટ્રોલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટેની સલાહ આપી હતી. શાળાના આચાર્ય રમણભાઈ પટેલે તમામ સ્વયંસેવકો વેકેશનના સમયમાં પણ હાજર રહ્યા તે બદલ આભાર વ્યકત કરી ર૧મી સદીને ઉંબરે આવીને ઉભેલા વિશ્વ સમક્ષ આજે કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે છે
પર્યાવરણની જાળવણી છે તેવું જણાવી પર્યાવરણને નુકશાન કરતા પરિબળો જેવા કે વધતી જતી વસ્તી, નિરક્ષરતા, જંગલનો વિનાશ, ઔદ્યોગીકરણ, સમાજમાં ચેપી રોગનો ફેલાવો, પાણી હવા અને અવાજનું પ્રદુષણને કાબુમાં લેવા માટે ફકત પર્યાવરણ જ આપણા સૌનો રક્ષક, પોષક અને સંવર્ધક બની શકે એવી સમજ એક સ્વયંસેવક તરીકે સમાજમાં પ્રચાર અને પ્રસાર કરવા માટેની સલાહ આપી હતી. સમગ્ર આયોજનશાળાના શિક્ષક પ્રગ્નેશ પટેલ અને કે.કે. દરજીએ કર્યું હતું.*