આર. જે. પટેલ શ્રીજી વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી
થોડા સમય બાદ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારો અવશ્ય અને અચૂક મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ અભિયાન દ્વારા મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ લાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજે શ્રી આર. જે. પટેલ, શ્રીજી વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ કર્મચારી મિત્રોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આગામી સમયમાં મતદાન કરવાં મતદારો અચૂક આવે તેની જાગૃતિ માટેનો આ પ્રયાસ છે. મતદાર જાગૃતિની જિલ્લા ચૂંટણી તંત્રનાં પ્રયાસોથી વધુ મતદાન થાય તે માટેનો આ પ્રયાસ છે.
યુવા મતદારો છે તેઓમાં લોકશાહી પ્રત્યેની આસ્થા દ્રઢ બને તે માટે મતદાન જાગૃતિ સાથે આજે અમદાવાદ ચૂંટણી તંત્ર કર્મચારી મિત્રોએ મતદાનના શપથ લીધાં હતાં.