આલિયાએ એન્જાેય કરી બેસ્ટ ફ્રેન્ડની બેચલર પાર્ટી
મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ ચર્ચાનો વિષય બની છે. એક તરફ તેની અપકમિંગ મૂવી બ્રહ્માસ્ત્રની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ તે તેની બેસ્ટ ફ્રેન્ડ મેઘના ગોયલની બેચલર પાર્ટીમાં સામેલ થઈ હતી. જે કોઈ સપનાથી ઓછી નહોતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં આલિયા ભટ્ટ પોતાના દોસ્ત સાથે ખૂબ એન્જાેય કરતી જાેવા મળી રહી છે. તેણે શાહરૂખ ખાનની મૂવીના ગીત મૈં કોઈ ઐસા ગીત ગાઉ પર ડાન્સ પણ કર્યો હતો. આ વીડિયોમાં લોકોનું ધ્યાન સૌથી વધુ આલિયા ભટ્ટ અને બેચલર પાર્ટીના ડેકોરેશન પર ગયું છે. આલિયા ભટ્ટની વાત કરીએ તો તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. એની સાથે આખી ગર્લ ગેંગ પણ છે, જેઓ રોશની વચ્ચે ખૂબ જ એન્જાેય કરી રહ્યા છે.
આ વીડિયોમાં આલિયા, શાહરૂખ ખાનની ફિલ્મના ગીત મૈં કોઈ ઐસા ગીત ગાઉ પર ડાન્સ કરતી નજરે પડી હતી. આ પાર્ટી ખૂબ જ સાદગીપૂર્ણ અને સોફ્ટ રીતે યોજાઈ હતી. આલિયા એક બીજા કારણથી પણ ચર્ચામાં છે, કારણ કે કોરોનાનો નિયમ તોડવાના કારણે બીએમસી દ્વારા તેની વિરૂદ્ધ એફઆરઆઈ પણ દાખલ કરાવવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જાે કે, આ બધા વચ્ચે તે દોસ્તો સાથે મસ્તી કરતી નજરે પડી હતી.
ખરેખરમાં આલિયા ભટ્ટ કેટલાંક દિવસો પહેલાં ફિલ્મ મેકર કરણ જાેહરની પાર્ટીમાં સામેલ થઈ હતી. જ્યાંથી પરત ફર્યા બાદ આલિયા ભટ્ટ, અમૃતા અરોરા, સીમા ખાન, મહીપ કપૂરને કોરોના થયો હતો. એના કારણે તેની ફેમિલીના કેટલાંક લોકો પણ સંક્રમિત થયા હતા. આમ તો આલિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ નિયમો મુજબ તેને ૧૪ દિવસ સુધી ક્વોરન્ટિન રહેવાનું હતું.
તેમ છતા પણ આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્રના મોશન પોસ્ટર લોન્ચ પર પહોંચી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલ્દી બ્રહ્માસ્ત્ર સિવાય સંજય લીલા ભણશાલીની ગંગૂબાઈ કાઠિયાવાડી, કરણ જાેહરની રોકી ઔર રાનીની પ્રેમ કહાની અને તખ્ત જેવી ફિલ્મોમાં નજરે પડશે.SSS