આલિયાને દીકરીના ઉછેર બાબતે સતાવી રહી છે ચિંતા
મુંબઈ, આલિયા ભટ્ટ માટે આ વર્ષ સુપરહિટ સાબિત થયું તેમ કહી શકાય. ડાર્લિંગ્સ, ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર, બ્રહ્માસ્ત્ર જેવી હિટ ફિલ્મો આપી. આ સિવાય પ્રથમ હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન માટે પણ શૂટિંગ સમાપ્ત કર્યું. આ જ વર્ષે તેણે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા તેમજ ૬ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો. આલિયા અને રણબીરે હજી સુધી દીકરાના નામનો ખુલાસો નથી કર્યો.
અત્યારે આલિયા ભટ્ટ દીકરીની દેખરેખમાં વ્યસ્ત છે. પરંતુ મેરી ક્લેર સાથેનો તેનો એક ઈન્ટર્વયુ સામે આવ્યો છે. આ ઈન્ટર્વ્યુ શક્ય છે કે દીકરીના જન્મ પહેલા લેવામાં આવ્યો હોય. આ વાતચીત દરમિયાન આલિયાએ દીકરીના ઉછેરને લગતી મહત્વની વાતો જણાવી હતી.
આલિયા ભટ્ટે જણાવ્યું કે, જાહેરજીવન હોવાને કારણે દીકરીના ઉછેર બાબતે મને થોડી ચિંતા છે. હું આ બાબતે મારા પતિ રણબીર, પરિવારના લોકો અને મિત્રો સાથે ખૂબ ચર્ચા કરુ છું. હું નથી ઈચ્છતી કે મારી દીકરીના જીવનમાં કોઈ પણ પ્રકારની બાહ્ય દખલગીરી હોય.
કારણકે, આ રસ્તો આ જીવન મેં પસંદ કર્યું છે, પણ બની શકે કે મારું બાળક જ્યારે મોટું થાય ત્યારે તે આ રસ્તે ના જવા માંગે. આ બાબતે હું ઘણી પ્રોટેક્ટિવ છું.
આલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે જાે તેની દીકરી એક્ટિંગ કરવા માંગશે તો તેની શું પ્રતિક્રિયા હશે તો અભિનેત્રીએ જણાવ્યું કે, મને નથી લાગતું કે આ કોઈ એવી બાબત છે જેના માટે હું કોઈ યોજના ઘડી શકું અથવા તૈયારી કરી શકું. હું કોઈ નિશ્ચિત વિચારધારા બાંધી લેવા નથી માંગતી.
કારણકે હું કેમ કોઈ અપેક્ષાઓ બાંધી રાખુ અને પછી જ્યારે નિરાશ થવાની સ્થિતિ આવે? વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ૨૦૨૩માં કરણ જાેહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ગલી બોય કો-સ્ટાર રણવીર સિંહ પણ જાેવા મળશે. ફિલ્મ માટે શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે. આ સિવાય હાર્ટ ઓફ સ્ટોન નામની ફિલ્મ સાથે તેનું હોલિવૂડ ડેબ્યુ પણ થશે.
આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે. આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે જી લે ઝરા ફિલ્મમાં પણ જાેવા મળશે, જે ફરહાર અખ્તર ડાઈરેક્ટ કરવાનો છે.SS1MS