આલિયા અને આદિત્ય રોય સડક-૨ને લઇને ખુબ ઉત્સુક
મુંબઇ, બોલિવુડમાં નવી નવી જોડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે સડક-૨ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપુરની જોડી જોવા મળનાર છે. ફિલ્મમાં સંજય દત્ત પણ કામ કરી રહ્યો છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મને ૧૦મી જુલાઇ ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.ફિલ્મ વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ સડકનો બીજા ભાગ છે. નિર્માતા નિર્દેશક આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપુરની જોડીને ચમકાવવા જઇ રહ્યા છે.
સડક-૨ ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી થયા બાદ શુટિંગ થઇ રહ્યુ છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ હતી. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ ભાગ બે બનાવી રહ્યા છે. જેમાં આલિયાને જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે ફિલ્મને નિહાળવા માટે ચાહકોને હજુ એક વર્ષથી વધારે સમયની રાહ જાવી પડશે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખતા કહ્યુ છે કે સડક ફિલ્મનો બીજા ભાગ હવે બનવા જઇ રહ્યો છે. આલિયાએ પોતાના વિડિયોમાં પ્રથમ ભાગના કેટલાક વિડિયો રજૂ કરી દીધા છે. આલિયાએકહ્યુ છે કે વાર્તા હવે આગળ વધનાર છે.
હાલની સ્ટાર આલિયા અને આદિત્ય રોય કપુરની નવી જોડી જોવા મળનાર છે. ફિલ્મને ૨૦૨૦ સુધી પરદા પર રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પોતાના પિતાની સાથે કામ કરવાની આલિયાને પ્રથમ વખત તક મળી રહી છે. તે પોતાની બહેન પુજા ભટ્ટના રોલમાં નજરે પડનાર છે. સંજય દ્ત્ત પણ વર્ષ ૧૯૯૩માં બનેલી ગુમરાહ બાદ આટલા વર્ષો બાદ ભટ્ટની સાથે કામ કરતો નજરે પડનાર છે.