આલિયા અલ્લુ અર્જુન સાથે એક્ટિંગ કરવા માગે છે

મુંબઈ, તેલુગુ એક્ટર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા થિયેટર્સમાં આજે પણ ધૂમ મચાવી રહી છે. ચારેય બાજુ પુષ્પાની ચર્ચા જાેવા મળી રહી છે ત્યારે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ આલિયા ભટ્ટએ પણ હવે તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે કહ્યું કે મારા આખા પરિવારે પુષ્પા ફિલ્મ જાેઈ અને તેઓને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. મારો પરિવાર પુષ્પા ફિલ્મ જાેઈને એક્ટર અલ્લુ અર્જુનનો ફેન થઈ ગયો છે. હવે તેઓ મને પૂછી રહ્યા છે કે હવે તું (આલિયા ભટ્ટ) ક્યારે એક્ટર અલ્લુ અર્જુન સાથે કોઈ ફિલ્મમાં જાેડી જમાવીશ? એક્ટ્રેસ આલિયા ભટ્ટે વધુમાં એવું પણ જણાવ્યું કે મને ઘરે આલુ નામથી ઓળખવામાં આવે છે.
ત્યારે ‘પુષ્પા’ જાેઈને મારા પરિવારે મને પૂછ્યું કે, આલુ હવે તું અલ્લુ સાથે ક્યારે એક્ટિંગ કરીશ?’ ત્યારે આલિયા ભટ્ટે એવું પણ કહ્યું કે ‘જાે મને એક્ટર અલ્લુ અર્જુન સાથે કામ કરવાની તક મળશે તો હું ખૂબ ખુશ થઈશ. મળતી માહિતી મુજબ, પુષ્પાનું મોટાભાગનું શૂટિંગ આંધ્રપ્રદેશના જંગલમાં કરવામાં આવ્યું છે. એવામાં ફિલ્મની આખી ટીમને જંગલમાં લઈ જવાતી હતી.
મેકર્સને આખી ટીમને જંગલ લઈ જવા માટે રોજ ૩૦૦ ગાડીઓનો ઉપયોગ કરવો પડતો હતો. પહેલા સીનમાં ચંદનના મોટા-મોટા ઢગલા બતાવવાના હતા અને ખૂબ ભીડ બતાવાની હતી. આ એક દ્રશ્યને ફિલ્માવવા માટે ૧૫૦૦ લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા.
આ ફિલ્મના શૂટિંગ માટે રોજ ૫૦૦ લોકોની જરૂર પડતી હતી. એક ગીતમાં ૧૦૦૦ લોકોને લેવામાં આવ્યા હતા. આર્ટ ડિપાર્ટમેન્ટની મદદથી લાલ ચંદનની ફેક્ટરીને દર્શાવાઈ હતી. મેકર્સે ચંદનની તસ્કરીના ટ્રાન્સપોર્ટવાળા સીનને શૂટ કરવામાં તકલીફ પડી હતી અને તેનું કારણ જંગલના ખરાબ રસ્તા હતું. એવામાં ઘણા સ્થળોએ કાચો રસ્તો બનાવાયો હતો જેથી સરળતાથી અવર-જવર કરી શકાય. અલ્લુ અર્જુનને પુષ્પા બનવામાં અંદાજે બે કલાકનો સમય લાગતો હતો.SSS