Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નને લઇ તૈયારી

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપુરની જાડીની હાલમાં સૌથી વધારે ચર્ચા છે.દિવાળી પર પણ બંને સાથે દેખાઇ રહ્યા છે. હવે એવા સંકેત મળી રહ્યા છે કે આ બંને નવેમ્બર મહિનામાં લગ્ન કરી શકે છે. બે સપ્તાહમાં લગ્ન કરી શકે છે. હાલમાં બંને ફ્રાન્સમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. થોડાક સમય પહેલા આલિયા ભટ્ટ રણબીર કપુરના પરિવારની સાથે દેખાઇ હતી. તેમના ફોટો પણ વાયરલ થઇ રહ્યા છે. લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. તેની પાસે મોટી સંખ્યામાં ફિલ્મો ઉપરાંત અનેક જાહેરાતમાં પણ કામ કરી રહી છે. તે હાલમાહાલમાં રણબીર કપુર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ તમામ નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે અન્ય ઓફર પણ આવી રહી છે. તે પોતાના હોમ પ્રોડક્શનની એક ફિલ્મ સડક-૨માં પણ કામ કરી રહી છે.

આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુર કામ કરી રહ્યો છે. મુળ ફિલ્મમાં સંજય દત્ત અને પુજા ભટ્ટે ભૂમિકા અદા કરી હતી. તેનાથી પ્રભાવિત રહેલી યુવા અભિનેત્રીઓમાં અક્સરાનો પણ સમાવેશ થાય છે. અભિનેત્રી અક્સરા હસન માને છે કે તેની સામે સૌથી મોટી સ્પર્ધક તરીકે આલિયા ભટ્ટ છે.

તેનુ કહેવુ છે કે એક અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટથી તે પ્રભાવિત પણ છે. સાથે સાથે તેને તે પડકારરૂપ પણ ગણે છે. અકસરાએ કહ્યુ છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર નામની આલિયાની પ્રથમ ફિલ્મથી જ તે તેને ઓળખે છે. એક અભિનેત્રી તરીકે તે જે રીતે આગેકુચ કરી રહી છે તેના કારણે તે ખુબ ખુશ છે.તે જન્મજાત અભિનેત્રી તરીકે છે.આશાસ્પદ અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવુડમાં નવા કલાકારો સાથે કામ કરી રહી છે. આલિયા હાલમાં રણબીર કપુર સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.