Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ અને રણબીર ક્યારે લગ્ન કરશે તેની ચર્ચા

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપુર હવે આગામી વર્ષે લગ્ન કરનાર છે. નજીકના સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે બંને હવે સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તૈયાર છે. રણબીર કપુરની સાથે આલિયા ભટ્ટ ડેટિંગ પર છે તે બાબત હવે કોઇ ગુપ્ત રહસ્ય તરીકે નથી. પરિવારના સભ્યોને પણ બંનેની જાડી પસંદ છે. એકબીજાના પરિવારના સભ્યો આને લઇને ખુશ છે. સંબંધને મંજુરી પણ આપી ચુક્યા છે. આવી સ્થિતિમાં હવે લગ્નની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. તેમના સંબંધોને કપુર અને ભટ્ટના પરિવારે મંજરી આપી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રિશી કપુર બિમારીથી રિક્વર થઇ ગયા છે. હવે પરિવાર દ્વારા લગ્ન માટેની તારીખ નક્કી કરવામાં આવનાર છે.

છેલ્લા ઘણા સમયથી રિશિ કપુર અમેરિકામાં સારવાર લઇ રહ્યો હતો. હાલમાં રિશી કપુર ન્યુયોર્કમાં તબીબી સારવાર લઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર રિશી કપુર જ નહીં બલ્કે પરિવારના તમામ સભ્યો રણબીર કપુરની સાથે આલિયા ભટ્ટને જાવા માટે ઇચ્છુક છે. આલિયા ભટ્ટ અને રણબીરની સાથે પરિવારના સભ્યો પણ ફોટો પડાવી ચુક્યા છે. તેમના ફોટો વાયરલ પણ કરવામાં આવી ચુક્યા છે. હાલમાં ન્યુયોર્કમાં પણ આલિયા પરિવારના સભ્યોને મળવા માટે પહોંચી ગઇ હતી. પરિવારના તમામ સભ્યો સ્ટાર અભિનેત્રી આલિયાને મળીને ભારે ખુશ છે. આવી સ્થિતિમાં સંબંધોને મંજુરી મળી ચુકી છે. આલિયાના સંબંધોની અગાઉ અન્ય સ્ટાર સાથે ચર્ચા રહી હતી. જેમાં સિદ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનનો પણ સમાવેશ થાય છે. જા કે હવે આલિયા અને રણબીર છેલ્લા કેટલાક સમયથી સાથે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.