Western Times News

Gujarati News

‘આપસે જ્યાદા ઈજ્જત હૈ હમારે પાસ, પૂછો કૈસે? ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

આલિયા ભટ્ટ અભિનીત ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ, મોસ્ટ અવેટેડ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવી ગયું છે. માત્ર 40 મિનિટમાં 3 લાખથી વધારે લોકોએ ટ્રેલર જોઈ લીધું છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભરપૂર પાવરફૂલ ડાયલોગ છે.

 

View this post on Instagram

 

A post shared by Gangubai 🤍🙏 (@aliaabhatt)

આ ડાયલોગ સાંભળતાની સાથે મોઢામાંથી વાહ સરી પડે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે લીડ રોલમાં અજય દેવગણ પણ છે. ગઈ કાલે એક્ટરનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તે મેન્ટરના રોલમાં છે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે 25 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.

‘આપસે જ્યાદા ઈજ્જત હૈ હમારે પાસ, પૂછો કૈસે? આપકી ઈજ્જત એક બાર ગઈ તો ગઈ, હમ તો રોજ રાત કો ઈજ્જત બેચતી હૈ, સાલી ખતમ હી નહીં હોતી!’ ‘તુજે તો દિન મેં તારે દિખાઉંગી મૈં.’ ‘અરે જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધિ, યે તીનો ઔરતે હૈ તો ઈન મર્દો કો કિસ વાત કા ગુરુર!’ ‘કલ કે અખબાર મેં લીખ દેના, આઝાદ મૈદાન મેં ભાષણ દેતે વક્ત ગંગુબાઈને આંખે જુકાકર નહીં પર આંખે મિલાકર હક કી બાત કી હૈ.’

લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની ફિલ્મ સંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. મહિલા પ્રધાન ફિલ્મની કહાની કાઠિયાવાડીના એક સામાન્ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે.

હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’’પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધા હતા. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયા હતા. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.