આલિયા ભટ્ટ બની ગઇ છે સૌથી મોંઘી અભિનેત્રી
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ગત કેટલાક વર્ષોથી ખૂબ સમાચારોમાં રહી છે. પોતાના અંગત જીવનના લીધે તે ચર્ચામાં રહે છે પરંતુ પોતાના પ્રોફેશનલ લાઇફમાં પણ તે સતત ગ્રોથ કરી રહી છે. ફિલ્મોથી માંદીને એડ સુધી દરેક જગ્યાએ આલિયા છવાયેલી છે અને એટલા માટે જ હવે તેમણે તે મુકામ પ્રાપ્ત કરી લીધું છે જેના વિશે જાણીને તમને આશ્વર્ય થશે.
વર્ષ ૨૦૨૧ ની સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂએશન રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ડફ એન્ડ ફેલ્પ્સએ વેલ્યૂ સેલિબ્રેટીઝની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટોપ ૧૦ માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર અને દિપીકા પાદુકોણ જેવા ઇન્ડિયન સેલેબ્સ સામેલ છે.
ડફ એન્ડ ફેલ્પ્સએ આ યાદીને ‘સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂએશન સ્ટડી, ૨૦૨૧ ના ૬મા વર્જનમાં ‘ડિજિટલ એક્સેલેરેશન ૨.૦ ટાઇટલથી જાહેર કર્યું છે. રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ વર્ષ ૨૦૨૧ની સૌથી મોંઘી સેલિબ્રિટી છે. તેની વેલ્યૂએશન ૬૮.૧ મિલિયન આંકવામાં આવી છે.
ડફ એન્ડ ફેલ્પ્સના રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ ૨૦૨૧ માં સૌથી મોંઘી મહિલા સેલિબ્રિટીના રૂપમાં ઉભરી. ૬૮.૧ મિલિયન ડોલરની વેલ્યૂએશન સાથે, આલિયા ભટ્ટ ચોથા સ્થાન પર છે અને તે ઇન્ડીયા એક્ટ્રેસની કેટેગરીમાં ટોપ પર છે.
આલિયા ગત લિસ્ટની તુલનામાં બે રેન્ક ઉપર છે. આલિયા બોલીવુડની સૌથી વ્યસ્ત અભિનેત્રી છે અને ઘણી બ્રાંડ એંડોર્સમેન્ટના લીધે તે હાઇએસ્ટ પેડ અભિનેત્રી બની ગઇ છે. જાેકે આલિયા ભટ્ટ વર્ષ ૨૦૨૦ સેલેબ બ્રાંડ વેલ્યૂએશન રિપોર્ટમાં છઠ્ઠા સ્થાન પર હતી, પરંતુ તે ૬૮.૧ મિલિયન ડોલર સાથે ચોથા સ્થાન પર પહોંચી ગઇ છે.
તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન જેની ૨૦૨૦ ના રિપોર્ટમાં ૫૧.૧ મિલિયન ડોલરના બ્રાંડ વેલ્યૂએશન હતી, વર્ષ ૨૦૨૧ ના રિપોર્ટમાં ટોચ બ્રેકેટમાં ક્યાંય નથી. જાેકે સલમાન ખાન ૫૧.૬ મિલિયન ડોલર સાથે આઠમા સ્થાને યથાવત છે. ૨૦૨૦ ના રિપોર્ટમાં નવા સ્થાને રહેનાર અમિતાભ બચ્ચના રેન્કમાં પણ સુધારો થયો છે. તેનું બ્રાંડ વેલ્યૂએશન ૫૪.૨ મિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાન પર છે.SSS