Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ બહેનપણીઓ સાથે બીચ હોલિડે ઉપર

મુંબઈ: એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ શૂટિંગ શિડ્યુલમાંથી બ્રેક લઈને પોતાની ગર્લગેંગ સાથે માલદીવ્સમાં વેકેશન એન્જાેય કરી રહી છે. આલિયા ભટ્ટ પોતાની બહેન શાહીન ભટ્ટ અને બેસ્ટ ફ્રેન્ડ આકાંશા રંજન કપૂર, અનુષ્કા રંજન કપૂર સાથે બીચ હોલિડે પર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા આલિયા ભટ્ટે રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બિકીનીમાં તસવીરો શેર કરી છે. તસવીરમાં આલિયા દરિયાના ખારા પાણી, રેતી અને સૂર્યના તાપનો આનંદ લેતી જાેવા મળે છે.

સ્ટ્રેપલેસ બિકીનીમાં આલિયા ભટ્ટ હંમેશાની જેમ સુંદર લાગતી હતી. આ તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, “વાદળી સમુદ્ર અને પાઈસીઝ.” જણાવી દઈએ કે, આલિયા ભટ્ટની રાશિ મીન છે અને આ રાશિનો સિમ્બોલ માછલી છે. તો એક પ્રકારે આલિયા ભટ્ટ પોતાના કેપ્શનમાં સમુદ્ર અને માછલીને જાેડી રહી છે.

આલિયાની આ તસવીર પર તેની મમ્મી સોની રાઝદાને કોમેન્ટ કરીને લખ્યું, “હેલો લિટલ ફિશી. અગાઉ આલિયાએ તેની બહેનપણીઓ આકાંશા અને અનુષ્કા સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરી હતી. આકાંશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમની આ મસ્તીની કેટલીક તસવીરો શેર કરી હતી.

આલિયા ભટ્ટે પણ બેસ્ટી આકાંશા સાથે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. આ તસવીરમાં આલિયા સ્ટ્રેપલેસ ડ્રેસ અને ગોલ્ડન હૂપ્સમાં જાેઈ શકાય છે. જ્યારે આકાંશાએ ગ્લેમરસ ઓફ શોલ્ડર ટોપમાં જાેવા મળી રહી છે. આલિયાની બહેન શાહીન ભટ્ટે પણ બીચ વેકેશનની એક તસવીર શેર કરી છે. સેલ્ફી શેર કરતાં શાહીને લખ્યું,

“વેવ્સ ફોર ડેઝ.” આ તસવીરમાં શાહીન વેવી હેર સ્ટાઈલમાં જાેઈ શકાય છે. તેની સ્માઈલ તેના લૂકને વધુ સુંદર બનાવી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત આલિયા રણબીર કપૂર સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વના રોલમાં છે. એસ.એસ.રાજમૌલીની ફિલ્મ આરઆરઆરથી આલિયા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. તદુપરાંત આલિયા કરણ જાેહરની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘તખ્ત’માં જાેવા મળશે. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, રણવીર સિંહ અને અનિલ કપૂરને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.