આલિયા ભટ્ટ રણબીર સાથેના લગ્નના બે માસમાં જ પ્રેગ્નેટ
મુંબઈ, સોમવારની સવાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ માટે ખુશખબર લઈને આવી. આલિયા ભટ્ટે સોમવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાણ કરી છે. આલિયા ભટ્ટે અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી છે. આલિયાએ ભટ્ટે ફોટો શેર કરતાં જ રણબીરની બહેન રિદ્ધિમા કપૂર અને આલિયાની મમ્મી સોની રાઝદાને પણ કપલને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ ફેન્સ પણ તેમને શુભકામના આપી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટે અલ્ટ્રાસાઉન્ડનો ફોટો શેર કરતાં લખ્યું, અમારું બાળક…જલ્દી જ આવી રહ્યું છે. આલિયાએ આ ફોટો શેર કરતાં રિદ્ધિમા કપૂરે હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ કરી છે. તો આલિયાની મમ્મી સોની રાઝદાને કપલને શુભેચ્છા આપતાં લખ્યું, અભિનંદન મમ્મા અને પપ્પા લાયન. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ પોતાના ઘરે જ પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
આલિયા અને રણબીરપેરેન્ટ્સ બનવાના હોવાની ખબર ઘણાં માટે સુખદ આશ્ચર્ય સમાન છે. હાલમાં જ શમશેરાના પ્રમોશનમાં રણબીરે બાળક અંગે હિન્ટ આપી હતી. રણબીરને પૂછવામાં આવ્યું હતું કે, લગ્ન પછી તે કેટલું કામ હાથમાં લેશે? ત્યારે તેણે કહ્યું હતું, હજી મારે ઘણું કામ કરવાનું છે, ફેમિલી બનાવવાની છે, તેમના માટે કામ કરવાનું છે. પહેલા હું પોતાના માટે કામ કરતો હતો.SS2KP