આલિયા ભટ્ટ રીપર્પઝ ફેશનથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ
આલિયા ભટ્ટે દિવાળી પર સિદ્ધિવિનાયક મંદિરના ફૂલોથી રંગેલી સાડી પહેરી
આલિયાની આ સાડીમાં બનારસી પેનલ્સ પણ બનાવવામાં આવી હતી, જે ભારતના સમૃદ્ધ હસ્તકળાના વારસાને દર્શાવે છે
મુંબઈ,સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે સેલેબ્સ તેમના આઉટફિટ રિપીટ કરતાં નથી. પરંતુ આલિયાએ આ બાબતે ઘણી વખત કહ્યું છે કે, મારા વોર્ડ રોબમાં ૩૬૫ દિવસની અલગ અલગ ઇવેન્ટ્સના કપડાં ન હોઈ શકે. તેથી કપડાં રિપીટ કરવામાં કશું જ ખોટું નથી. તેણે પોતાના લગ્નની સાડી કે અન્ય આઉટફિટ પણ એકથી વધુ વખત રિપીટ કર્યા જ છે. તાજેતરમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહેલી આલિયાની તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેણે ગોલ્ડન યલો કલરની સાડી પહેરી હતી.
તેમજ રણબીર અને રાહાએ પણ ગોલ્ડન યલો કલરના કુર્તા પહેર્યા હતા. આલિયાની સ્ટાઇલિસ્ટ અમી પટેલ દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તાજેતરમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આલિયાની આ સાડી એક કસ્ટમ સાડી હતી, જે સસ્ટેનિબિલિટી સાથે વારસા અને હસ્તકળાના મિશ્રણનું એક ઉત્તમ ઉદાહરણ છે. આલિયાની આ સિલ્ક ઓર્ગેન્ઝા સાડી મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ચઢાવાયેલાં ગલગોટાના ફૂલના અર્કમાંથી ડાઈ કરવામાં આવી હતી. આ જ વાત દર્શાવવા માટે આલિયાએ પોતાની હેરસ્ટાઇલમાં યલો મેરિગોલ્ડ લગાવ્યાં હતાં.
તાજેતરમાં જ આલિયાને વારાસા અને સસ્ટેનિબિલિટીને મોર્ડન ટચ આપવા બદલ વોગ ઇન્ડિયા દ્વારા ક્રાફ્ટ રીવાઇવલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આલિયાની આ સાડીમાં બનારસી પેનલ્સ પણ બનાવવામાં આવી હતી, જે ભારતના સમૃદ્ધ હસ્તકળાના વારસાને દર્શાવે છે. અમિ પટેલે લખ્યું હતું, “આ એક એવી કળા છે જે બહુ જ ભારે છે અથવા તો તેને પહેરવી બહુ જ નાજુક છે. તેથી અમે હળવી ઓર્ગેન્ઝા સાડીને ડાઈ કરીને તેને મોર્ડન ટચ આપવાની સાથે પરંપરાને પણ જીવંત રાખવાનો પ્રયત્ન કર્યાે છે.” ss1