આલિયા રણબીરની ખાસ વસ્તુને હંમેશા સાથે રાખે છે
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂરને લગતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તે પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક છોડતી નથી. રણબીર અને આલિયાએ સત્તાવાર પોતાના રિલેશનશિપની જાહેરાત નથી કરી પરંતુ તેની પોસ્ટ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે તાજેતરમાં એક તસવીર શેર કરી છે, જેમાં રણબીરને લગતી એક ખાસ વાત દેખાઈ રહી છે.
આલિયા ભટ્ટે શનિવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વર્કઆઉટ સેશન દરમિયાનની એક મિરર સેલ્ફી શેર કરી છે. તેમાં તેના ફોનના કવર પર નંબર ૮ લખેલું જાેવા મળી રહ્યું છે. અને સાથે એક હાર્ટ ઈમોજી પણ બનાવેલુ છે. રણબીરના ફેન્સ જાણે છે કે, રણબીર કપૂરનો ફેવરિટ નંબર ૮ છે. આલિયા ભટ્ટે પોતાની તસવીર સાથે લખ્યું છે કે, ૨૦ દિવસ પૂરા થઈ ગયા છે
૨૦ દિવસ બાકી છે. આલિયા ભટ્ટ અત્યારે ૪૦ દિવસના ફિટનેસ ચેલેન્જ પર છે. આ ચેલેન્જના ૨૦ દિવસ પૂરા થઈ ગયા છે અને ૨૦ દિવસ હજી પણ બાકી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે જાેવા મળશે. આ કપલ પહેલી વાર ઓનસ્ક્રીન સાથે જાેવા મળશે. આ સિવાય આલિયા આરઆરઆર, ગંગુબાઈ કાઠિયાવાડી, તખ્ત અને રૉકી એન્ડ રોની જેવી ફિલ્મોમાં જાેવા મળશે.