આલિયા સહિત સ્ટાર્સ કેટરિના-વિકીના લગ્નમાં સામેલ થશે
મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. રાજસ્થાનમાં ૭-૯ ડિસેમ્બર દરમિયાન કેટરિના અને વિકીના લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. ત્યારે હવે લગ્નમાં સામેલ થનારા મહેમાનોના નામ પણ સામે આવ્યા છે.
હાલમાં મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે, કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોનના કારણે દહેશતનો માહોલ છે ત્યારે વિકી અને કેટરિનાએ લગ્નમાં આમંત્રિતોનું લિસ્ટ ટૂંકાવ્યું છે. જાેકે, અમારા સહયોગી ઈટાઈમ્સને માહિતી મળી છે કે કપલના અંગત મિત્રોને રોયલ વેડિંગમાં હાજર રહેલા આમંત્રણ આપી દેવાયું છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આલિયા ભટ્ટ, કરણ જાેહર, સલમાન ખાન અને કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસને વિકી-કેટરિનાના લગ્નમાં આમંત્રણ અપાયું છે. આ સેલિબ્રિટીઝ લગ્નમાં સામેલ થશે કે કેમ તેની હજી પુષ્ટિ થઈ નથી.
પરંતુ બોસ્કો કેટરિનાનો અંગત મિત્ર છે ત્યારે તે ચોક્કસપણ લગ્નમાં આવશે તેમ કહી શકાય. આ ઉપરાંત કરણ જાેહર પણ લગ્નમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વિકી-કેટરિનાના લગ્ન સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિઝ રિસોર્ટમાં થવાના છે.
સલમાન ખાનનું નામ પણ ગેસ્ટ લિસ્ટમાં છે પરંતુ રિયાધમાં થનારી દબંગ ટૂરની આસપાસની તારીખોમાં જ વિકી-કેટરિનાના લગ્ન હોવાથી સલમાન હાજર ના રહે તેવી સંભાવના છે. જાેકે, સલમાન ખાન, વિકી-કેટરિનાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહી શકે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ ઉપરાંત વિકી અને કેટરિનાના મિત્રો અને પરિવારજનો પણ ચોક્કસથી ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રસંગોનો ભાગ બનશે. ચર્ચા તો એવી પણ છે કે, વિકી અને કેટરિના રાજસ્થાનમાં લગ્ન બાદ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવાના છે. જેમાં બોલિવુડના વધુ સિતારાઓ હાજર રહેશે.
વિકી અને કેટરિનાના લગ્નની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. કપલ ૯ ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કરશે અને ૭-૮ ડિસેમ્બરે મહેંદી, સંગીત અને હલદી જેવા ફંક્શન થશે. વિકી-કેટરિનાના લગ્નનું મેન્યૂ અને અન્ય બાબતો નક્કી કરવા માટે કપલની ટીમ તાજેતરમાં જ રાજસ્થાન પહોંચી હતી.
ઈવેન્ટ કંપનીઓ સાથે મીટિંગ કરવા ઉપરાંત વિવિધ ફંક્શનના રિહર્સલ પણ કરવામાં આવ્યા હતા. કપલના લગ્ન માટે રાજસ્થાનમાં ૪૫ હોટેલો પણ બુક કરવામાં આવી છે.SSS