આલિયા સાથે પાર્થ સમથાન ફિલ્મ “પિહરવા”માં કામ કરશે ?
મુંબઈ: ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી પર જ્યારથી પડદો પડ્યો છે ત્યારથી, એક્ટર પાર્થ સમથાન સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ જાેવા મળે છે. તેના વર્કઆઉટ વીડિયો પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. એક્ટરે નાનકડી સ્ક્રીન પરથી બ્રેક લીધો હોવાનું લાગી રહ્યું છે, ત્યારે તે રેસૂલ પૂકુટ્ટીની ચર્ચિત ફિલ્મ પિહરવામાં આલિયા ભટ્ટ સાથે જાેવા મળી શકે તેવી ચર્ચા છે. મેકર્સ અને પાર્થ વચ્ચે હાલ વાતચીત શરુ છે પરંતુ એક્ટરને ફાઈનલ કરવામાં આવ્યો છે કે તે અંગે ટિપ્પણી કરવી થોડી વહેલી થશે.
હા, હાલના તબક્કે મેકર્સ તેને જ લીડ રોલ માટે લેવાનું વિચારી રહ્યા છે. અને જાે બધું ઠીક રહ્યું તો આ ફિલ્મ તેને જ મળશે. જાેકે, આપણે બધાએ સત્તાવાર જાહેરાતની રાહ જાેવી પડશે. જ્યારે આલિયાને ફીમેલ લીડ માટે કાસ્ટ કરવામાં આવી છે ત્યારે મેલ લીડની શોધ ચાલુ છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ફિલ્મ પિહરવા ચીન-ભારતીય યુદ્ધ દરમિયાન શહીદ થયેલા બાબા હરભજન સિંહ પર આધારિત છે. જાે પાર્થને કાસ્ટ કરવામાં આવે છે તો ઈન્ડસ્ટ્રીમાં આ તેની ડેબ્યૂ ફિલ્મ હશે. પાર્થ સમથાન છેલ્લે એકતા કપૂરની સીરિયલ કસૌટી જિંદગી કી ૨માં જાેવા મળ્યો હતો.
જેમાં તેણે અનુરાગ બાસુનો રોલ પ્લે કર્યો હતો. આ સીરિયલ બંધ થઈ તે પહેલા તેણે છોડવાનો ર્નિણય લીધો હતો. એકતા સાથે અનેક મીટિંગ થયા બાદ તેણે શોમાં કામ કરવા માટે હા પાડી હતી. જાે કે, તેના આશરે એક મહિના બાદ શો ઓફ-એર થયો હતો. સીરિયલમાં પાર્થની ઓપોઝિટમાં એરિકા ફનાર્ન્ડિઝ હતી.
પાર્થ હાલ એકતા કપૂરના વેબ શોના શૂટિંગમાં વ્યસ્ત છે. અગાઉ તેવી પણ ચર્ચા હતી કે, પાર્થ સમથાન સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મની લીડ એક્ટ્રેસ પણ આલિયા ભટ્ટ છે.