આલ્કોહોલ ઓછો કરો અને રોજ ૩૦ મીનિટ કસરતથી વધારાના ૧૦ વર્ષ જીવો
જીવનના પાંચમા દાયકામાં છો?ો સારા આરોગ્યવાળા વધારાના ૧૦ વર્ષ જીવવા છે? તો બસ, સ્વાસ્થ્યપ્રદ આહાર લો. શરાબ પીતા હો તો તે ઓછો કરી દો. અને દરરોજ ૩૦ મીનિટ સુધી કસરત કરો. તો વધારાના સ્વસ્થ ૧૦ વર્ષ જીવવા મળી જશે.
ના આ કોઈ નર્યા સલાહસુચનો નથી, પણ વિજ્ઞાનીઓએ એક અભ્યાસમાં શોધી કાઢેલુ સત્ય છે. નિયમિત કસરત, આરોગ્યપ્રદશ ભોજન અને ધૃમ્રપાન અને શરાબથી દુર રહેવાથી તમે વધારાનો સ્વસ્થ દાયકો જીવનમાં ઉમેરી શકો છો.
મહિલાઓ પણ આ શૈલી અપનાવે તો કેન્સર, હદૃય રોગ, કે ડાયાબિટીસ જેવી બિમરીઓ શહેરમાં પ્રવેશ મેળવી જાય એ પહેલાં તમારૂ જીવન ૧૦ વર્ષ તો સ્વસ્થ રહીને જીવી શકો છો એ રીતે વધી જાય છે. વિજ્ઞાનીઓએ જીવનના પાંચમાં દાયકામાં પ્રવેશી ગયેલા અને પાતળા, સક્રિય અને ધુમ્રપાન કરતા ન હોય એવા ૧,૦૦,૦૦૦ કરતા વધુ લોકો પર એક અભ્યાસ કર્યો હતો.
હાવર્ડ યુનિવર્સિટી અને આમ્સ્ર્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઈડ સાયન્સીસના નિષ્ણાંતોએ અમેરીકામાં પુરૂષ અને સ્ત્રીઓના આરોગ્ય ઉપર ધ્યાન રાખ્યુ હતુ. આ અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા લોકો જ્યારે અભ્યાસ શરૂ થયો ત્યારે કોઈ રોગનો ભોગ બન્યા ન હોતા.
તેમના ઉપર ર૦ વર્ષ સુધી અભ્યાસ કરાયો હતો. જે લોકોમાં હૃદયરોગ, કેન્સર કે ટાઈપ-ર ડાગાબિટીસ થયો હોય એવા લોકોને પણ રખાયા હતા. આ જૂથમાં રોગ કયારે પેદા થયો અને તેઓ ક્યારે મૃત્યુ પામ્યા એ વિગતો નોંધવામાં આવ્વયા હતા. તેના આધારેે તારણ કાઢવામાં આવતા જણાયુ હતુ કે જેઓ સ્વસ્થ આહાર, કસરત અને ધુમ્રપાન તથા શરાબથી દુર રહયા તેઓ અન્ય લોકો કરતા ૧૦ વર્ષ વધુ જીવ્યા હત અને એ પણ સ્વસ્થ જીવન.