Western Times News

Gujarati News

આવકનો દાખલો મેળવવા સવારથી જ લાંબી લાંબી લાઈનો

સમયસર સ્ટાફ ન આવવાની ફરીયાદ : સમયન સચવાતા નોકરીમાંથી પણ રજા મુકવી પડે છે : શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ આવકના દાખલા મેળવવા વિદ્યાર્થીઓ- વાલીઓનો ધસારો

(પ્રતિનિધિ) અમદાવાદ : આવકના દાખલાનું પ્રમાણપત્ર નગરજનોને સરળતાથી મળે, તાપમાં લાઈનોમાં તપવુ ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જન સેવા કેન્દ્રનો સમય સવારના ૯ થી કર્યો હોવા છતાં લોકોની મોટાભાગની ફરીયાદ છે કે જનસેવા કેન્દ્રનું કાર્યાલય તો ખુલ્લુ હતું પરંતુ ઘણે ઠેકાણે ખુરશીઓ ખાલી જણાતી હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે લોકોની એક જ ફરીયાદ ઉઠવા પામી છે કે કલાકો સુધી લાઈનમાં, તડકામાં તપતા ઉભા રહેવા છતાં ઘણી વખત સર્ટીફિકેટ મેળવ્યા વગર જવું પડે છે તથા ઘણા ધક્કા પણ ખાવા પડતા હય છે જિલ્લા કલેકટરના લોકોને આવકનો દાખલો મેળવવામાં તકલીફ ન પડે તથા દાખલો સરળતાથી મેળવી શકે કોઈપણ પ્રકારની ફરીયાદ ન થાય તે માટે સુંદર વ્યવસ્થાનું આયોજન કરવા છતાં લોકો ને પડતો ત્રાસ દૂર થયો નથી.

અમદાવાદ સહિત ગુજરાતના લગભગ બધા જ શહેરોમાં આ પરિસ્થિતુ નિમાર્ણ થઈ રહ્યું છે વહેલી સવારથી જ જનસેવા કેન્દ્ર ઉપર વાલીઓની તથા વિદ્યાર્થીઓની લાંબી લાંબી કતારો જાવા મળી રહી છે શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે આવકનો દાખલો મેળવવામાં પડતી મુશ્કેલી અનેક ગણી વધી રહી છે.

જનસેવા કેન્દ્ર પર સવારના ૭.૩૦ કલાકથી દાખલો મેળવવા ઉભેલાઓની એક જ ફરીયાદ છે કે સ્ટાફ સમયસર આવતો નથી તેમજ કયારે આવશે ? તેનો જવાબ પણ મળતો નથી આવકનો દાખલો મેળવવા કતારમાં ઉભેલા એક વ્યક્તિ જણાવ્યું કે આ તેમનો પાંચમો ધક્કો છે, સવારના ૮ વાગ્યાથી લાઈનમાં ઉભો છું પરંતુ ૯ વાગ્યા છતા હજુ કોઈ સ્ટાફ આવ્યો જ નથી ટેબલ- ખુરશીઓ ખાલી હતી લાઈનમાં ઉેભેલા મોટાભાગના નાગરિકોની ફરીયાદ હતી કે આર્થિક દાખલો મેળવવા છતાં તેમને તેમની રોજની આવક પણ ગુમાવવી પડતી હોય છે નોકરી કરનારા લોકોને નોકરીમાંથી રજા મુકવી પડે છે જનસેવા કેન્દ્રમાં સ્ટાફ સમયસર આવે તથા ઝ૯પથી કામનો ઉકેલ લાવે તેમ વાલીઓ તથા વિદ્યાર્થીઓની માંગ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.