આવકવેરા કચેરીઓ ચાલુ મહિને રજાના દિવસોમાં પણ ખુલ્લી રહેશે
નવીદિલ્હી, નાણાંકીય વર્ષની સમાપ્તિને આડે માંડ ત્રણેક અઠવાડિયા બાકી છે ત્યારે દેશભરની આવકવેરા કચેરીઓ રજાના દિવસોમાં પણ ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગોમાં ‘ફાઈવ ડે’ વીક હોય છે. શનિ-રવિ ઓફિસ બંધ હોય છે પરંતુ નાણાંવર્ષનાં અંતિમ મહિનામાં કરદાતાઓની ફરિયાદોનું ત્વરીત નિવારણ થઇ શકે તે માટે શનિવારે રજામાં પણ ઓફીસ ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કરદાતાઓની ફરિયાદો વધી રહી છે તે દૂર કરવા રજાના દિવસે પણ કર્મચારીઓને કામ પર આવવા નાણામંત્રી ર્નિમલા સીતારામનના આદેશ બાદ આ પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને તાજેતરમાં સીબીડીટી તથા સીબીઆઈસીની મીટીંગમાં કરદાતાઓની ફરિયાદોનું નિરાકરણ ન આવતુ હોવાના મુદ્દે નારાજગી દર્શાવીને આકરી ટકોર કરી હતી. આજથી જ આખો મહિનો રજાના દિવસોમાં ઇન્કમટેક્સ કચેરીઓ ચાલુ રાકવા કહેવાયું છે.HS