આવકવેરા રિટર્ન ભરનારાની સંખ્યા વધીને છ કરોડે પહોંચી
નવી દિલ્હી, આ વર્ષે, આવકવેરા રિટર્ન ભરનારા લોકોની સંખ્યા લગભગ ૫ ટકા જેટલી વધીને ૬ કરોડ થઈ છે. કંપનીઓ અને એકમો દ્વારા મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલ કરવાને કારણે આવકવેરા રીટર્નની સંખ્યામાં વધારો થયો છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં ૫.૯૫ કરોડથી વધુ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. વ્યક્તિગત આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૧૦ જાન્યુઆરી સુધી હતી જ્યારે કંપનીઓ માટે તે ૧૫ ફેબ્રુઆરી છે.
કરવેરા વિભાગે ટિ્વટર પર લખ્યું છે કે આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં ૫.૯૫ કરોડ આઇટીઆર ભરવામાં આવ્યા છે.