આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 31 જુલાઇ 2020 કરવામાં આવી
દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીના કારણે તમામ ક્ષેત્રોમાં કરદાતાઓ કાનૂની અને નિયમનકારી અનુપાલનો પૂર્ણ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેને ધ્યાનમાં રાખીને, સરકારે કરવેરા અને અન્ય કાયદા (ચોક્કસ જોગવાઇઓની રાહત) વટહુકમ, 2020 31 માર્ચ 2020ના રોજ બહાર પાડ્યો હતો જેમાં વિવિધ મર્યાદાઓની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
વિવિધ અનુપાલનો માટે કરદાતાઓ રાહત આપવાના આશય સાથે, સરકારે 24 જૂન 2020ના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 માટે મૂળ તેમજ સુધારેલ આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 31 જુલાઇ 2020 કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2019-20 માટે રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે.
નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવાના આશય સાથે, એવા કરદાતાઓ કે જેમની સ્વ–આકારણી કર જવાબદારી રૂ. 1 લાખ સુધી હોય તેવા કિસ્સામાં મુદત લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. જોકે, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એવા કરદાતાઓ કે જેમની સ્વ–આકારણી કર જવાબદારી રૂ. 1 લાખથી વધુ હોય તેવા કિસ્સામાં મુદત લંબાવવામાં આવી નથી.