Western Times News

Gujarati News

આવક કરતા વધુ સંપતિના કેસમાં પિતા-પુત્રની ધરપકડ

સુરત ,સુરતના વધુ એક નિવૃત અધિકારી ACB ના સકંજામાં સપડાયા છે. આવક કરતા વધુ સંપતિના કેસમાં સુરતમાં જમીન વિભાગના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયાની ACB એ ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ACBએ ૨૨.૫૮ કરોડની મિલકત ટાંચમાં લઈ પિતા-પુત્રને દબોચી લીધા છે.

ઉલ્લેખનિય છે કે, આશરે નવ વર્ષ અગાઉ વિઠ્ઠલ ડોબરિયા વિરુદ્વ  ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પ્રકરણમાં એસીબીએ તપાસ બાદ એક્શન લીધા છે.રાજ્યમાં વધુ એક સરકારી બાબુનું કૌભાંડ ખૂલીને બહાર આવ્યું છે. સુરતમાં જમીન વિભાગમાં ફરજ બજાવતા નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા વિરુદ્ધ ACB ગાળિયો કસ્યો છે.

સુરત ખાતે લેન્ડ ડીપાર્ટમેન્ટમાં ફરજ દરમિયાન વિઠ્ઠલ ડોબરીયાએ મોટા પાયે ગોબાચારી આચરી હોવાની રાવ ઉઠી હતી. આ અધિકારીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યા બાદ તેના પુત્ર અને અન્ય સગા સંબંધીઓના નામે કરોડોની મિલકતો ખરીદી લીધી હોવાના સણસણતા આરોપો લાગ્યા હતા.

આ મામલે વર્ષ ૨૦૧૩માં વિઠ્ઠલ ડોબરિયા વિરુદ્વ  ફરિયાદ દાખલ થઇ હતી. ફરિયાદ બાદ ACB એ તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમીયાન જમીન વિભાગના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયાની આવક કરતા વધુ સંપત્તિ હોવાનું ભોપાળું છતું થયું હતું.

૨૦૧૩ની આ ફરિયાદ બાદ છઝ્રમ્ આ પ્રકરણ તપાસ આદરી ભાંડો ફોડી સુરતમાં નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા અને તેના પુત્રને સકંજામાં લીધા છે, અપ્રમાણસર મિલકત અંગેના કેસમાં એસીબીએ એક્શન લેતા અધધ… કહી શકાય તેટલી રૂપિયા ૨૨.૫૮ કરોડની મિલકત મળી આવી હતી જે સંપતિ છઝ્રમ્ એ જપ્ત કરી છે. હાલ છઝ્રમ્ બંને પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી અગાળ ધપાવી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.