Western Times News

Gujarati News

આવતાં મહિનાથી ખૂલી શકે સ્કૂલ-કોલેજોઃ કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન

પ્રતિકાત્મક

નવી દિલ્હી, કોરોના વાયરસના ભારતમાં આગમનને 6 મહિના થઈ ગયા છે.જોકે સ્કૂલો ક્યારે ખુલશે તે અંગે હજી પણ અનિશ્ચિતતાનો માહોલ છે. ભારતમાં કોરોનાના 20 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે તબક્કાવાર સ્કૂલો ખોલવાની યોજના બનાવી રહી છે.પહેલા 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, એ પછી 6 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે.યોજના પ્રમાણે સ્કૂલમાં ચાર સેક્શન હશે તો એક દિવસમાં બે સેક્શનને ભણાવાશે.

આ સિવાય સ્કૂલના સમયને અડધો કરી દેવાની વિચારણા છે.સ્કૂલ ટાઈમિંગને પાંચ થી 6 કલાકથી ઘટાડીને બે થી ત્રણ કલાક કરવા માટે વિચારણા છે.સ્કૂલોને સેનિટાઈઝ કરવા માટે પણ એક કલાક રોજ ફાળવવામાં આવી શકે છે.સ્કૂલોને  33 ટકા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે ચલાવવાની પણ વિચારણા છે.

જોકે પ્રાઈમરી અને પ્રી પ્રાઈમરીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી જ ભણાવવામાં આવશે.આ મહિનાના  અંત સુધીમાં કેન્દ્ર સરકાર સ્કૂલો માટે ગાઈડ લાઈન બનાવી શકે છે.સ્કૂલો ખોલવાનો અંતિમ નિર્ણય જે તે રાજ્ય સરકારના હસ્ત રહેશે.

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યના શિક્ષણ સચિવોને ગયા સપ્તાહે પત્ર મોકલીને સ્કૂલો ખોલવા અંગે ફીડબેક લેવા માટે કહ્યુ હતુ.કેટલાક રાજ્યોએ પોતાનુ એસેસમેન્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યુ છે.જેમાં હરિયાણા, કેરલ, બિહાર, અસમ, લદ્દાખે ઓગસ્ટમાં અને રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશે સપ્ટેમ્બરમાં સ્કૂલો ખોલવાની વાત કરી છે. સરકાર ભલે પોલીસી બનાવે પણ વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે કે નહી તે પણ જોવા પડશે.આ મુદ્દે વાલીઓ પહેલા પણ વિરોધ કરી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.