આવતા એક વર્ષ સુધી કે. સીવન ISROના ચીફ રહેશે
નવી દિલ્હી: અંતરિક્ષ વિભાગના સચિવ કે.સિવનનો કાર્યકાળ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી વધારવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ તરફથી બુધવારે જાહેર કરેલા એક આદેશમાં જાણકારી આપવામાં આવી છે.
મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ અંતરિક્ષ વિભાગના સચિવ અને અંતરિક્ષ આયોગના અધ્યક્ષ સિવનનો કાર્યકાળ એક વર્ષ વધારવાની મંજૂરી આપી હતી. તેનો કાર્યકાળ ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પૂરો થવાનો હતો. જેને ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી વધારવામાં આવ્યો છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરોના પ્રમુખ ડોક્ટર કે.સિવનનો કાર્યકાળ કેન્દ્ર સરકારે એક વર્ષ વધારી આપ્યો છે. હકીકતમાં તે ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નિવૃત થવાના હતાં. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે કે ડોકટર સિવન ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી તેમના હોદ્દા પર જ રહેશે.
વર્તમાન સ્થિતિ માટે તેમની નિયુક્તિ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ સ્પષ્ટ થઈ ગઈ હતી અને તેમણે એ વર્ષે જ ૧૪ જાન્યુઆરીના રોજ એકે કિરણકુમાર પાસેથી પદભાર સંભાળ્યું હતું. સિવન ઉપરાંત બે અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિક, એસ સોમનાથ, ડિરેક્ટર, વીએસએસસી અને કુન્હીકૃષ્ણન, ડિરેક્ટર યુઆરએસએસી ટોચના સ્તરે છે. જે પોતાના અધ્યક્ષની નિયુક્તિ પર કેન્દ્ર અને પીએમઓના ર્નિણયની રાહ જાેઈ રહ્યાં છે.