આવતા મહિને તુર્કીમાં ટાઈગર ૩નું શૂટિંગ શરૂ થઈ શકે છે
મુંબઈ: સલમાન ખાન અને કેટરિના કૈફ આવતા મહિનાથી તેમની અપકમિંગ ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ કરવા માટે તૈયાર છે. ટીમ પહેલા મધ્ય-પૂર્વમાં શૂટિંગ કરવાની હતી, પરંતુ તેમણે તેમના પ્લાનિંગ ફેરફાર કર્યો હોય તેમ લાગી રહ્યું છે. એક ન્યૂઝ પોર્ટલ પ્રમાણે, સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, કોરોનાના કેસના કારણે મેકર્સે ટાઈગર ૩નું શૂટિંગ પહેલા તુર્કીમાં અને બાદમાં યુએઈમાં કરવાનું નક્કી કર્યું છે.
ડિરેક્ટર મનીષ શર્મા અને પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા માર્ચમાં સલમાન ખાન સાથે તુર્કીમાં શૂટિંગ કરવાની શક્યતા પર કામ કરી રહ્યા છે. ટાઈગર ૩માં વિલનના રોલ માટે હજુ કોઈ એક્ટરને કાસ્ટ કરાયો નથી અને પ્રોડ્યૂસર્સ નવા ચહેરાને કાસ્ટ કરવા માગે છે, જેમ તેમણે ‘ટાઈગર જિંદા હૈ’માં સજ્જાદ ડેલાફ્રૂઝ સાથે કર્યું હતું.
‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’ બાદ, આ સીરિઝની ત્રીજી ફિલ્મ છે જેમાં ઇછઉ એજન્ટ આવિનાશ સિંહ રાઠોડની સ્ટોરી આગળ વધતી જાેવા મળશે. સલમાન ખાન હાલ બનેવી આયુષ શર્મા સાથે તેની એક્શન એન્ટરટેનર ફિલ્મ ‘અંતિમ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન શીખ પોલીસનો રોલ ભજવી રહ્યો છે. હાલમાં જ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરુ કરવામાં આવ્યું છે.
આ સિવાય સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષે જ ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મ પહેલા ગયા વર્ષે થિયેટરમાં આવવાની હતી. પરંતુ કોરોના મહામારી આવતા તેનું શૂટિંગ અટકી પડ્યું હતું. લોકડાઉનના નિયમોમાં છૂટછાટ અપાયા બાદ ટીમે ફરી શૂટિંગ શરુ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પાટની અને જેકી શ્રોફ અગત્યના રોલમાં છે.