આવતા વર્ષે માર્ચમાં ઝાયડસ કેડિલા ઉત્પાદિત કોરોના વેક્સિન બજારમાં આવે તેવી શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ: વિશ્વભરના દેશો કોરોના સંક્રમણ સામે લડી રહયા છે અને વેક્સિન બનાવવામાં પડયા છે. રશિયાએ તો તાજેતરમાં જ વેક્સિનની જાહેરાત કરી દીધી છે. ભારતમાં પણ કોરોનાની રસી બનાવવા માટે ગુજરાતની ફાર્મા સેકટરની ખ્યાતનામ કંપની ઝાયડસ કેડિલા દ્વારા કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે આ રસીના ફેઝ-૧ ના કિલનીકલ ટ્રાયલનો તબક્કો સફળ રહયો છે આ અંગે જણાવતા ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે આશા વ્યકત કરતા જણાવ્યુ હતું કે ઝાયડસ કેડિલા ધ્વારા નામની રસી તૈયાર કરવામાં આવી રહી છે જે આગામી વર્ષે માર્ચ મહિનામાં બજારમાં આવે તેવી શક્યતા છે
આ રસીના ફેઝ-૧ ના સફળ પરીક્ષણના આધારે હવે ફેઝ-ર કિલનિકલ ટ્રાયલનો પ્રારંભ કરાયો છે. લગભગ એક હજાર જેટલા તંદુરસ્ત અને વયસ્ક વોલિયન્ટર્સ પર ફેઝ-ર નો ટ્રાયલ કરાશે આ વેક્સિનના સંદર્ભમાં સંબંધિત વિભાગ સહિત તમામ કક્ષાએ મંજૂરી મળી ગયા પછી ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરીશું. આ રસી સૌ પ્રથમ ભારતમાં ઉપલબ્ધ કરાશે. ભારતમાં પૂરતા પ્રમાણમાં આ રસી ઉપલબ્ધ કરાયા પછી અન્ય દેશોમાં રસી સપ્લાય કરાશે.